અલકેશ રાવ, પાલનપુર: ડીસાના માલગઢ ગામમાં ધર્મપરિવર્તનનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ગસાવી હતી. ત્યારબાદ યુવતિ સહિત તેની માતા અને ભાઇને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા યુવતિના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેને લઇને પાલનપુર પોલીસે 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના રાજપુર ગવાડીના યુવક એઝાઝ શેખે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતિ સહિત તેની માતા અને ભાઇને ધર્મપરિવર્તન કરાવ્યું હતું. એઝાઝ શેખે યુવતીના ભાઈ પાસે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાવી તમામ લોકોને અલગ રહેવા લઈ ગયો હતો.
લો બોલો, પોલીસ યુનિફોર્મ પહેરી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવ્યો પણ...
ત્યારબાદ યુવતિના પિતા તેની પુત્રી, પત્ની અને પુત્રને પરત આપવાની માંગ કરી તો તેને ધર્મ પરિવર્તન કરવાનું કહી 25 લાખની માંગણી કરી ધમકી આપી હતી. ત્યારબાદ યુવતિના પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે