Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતી કફોડી, વચેટીયાઓ મફતના ભાવે માંગી રહ્યા છે ડુંગળી

ડીસા આસપાસના વિસ્તારોમાં શિયાળામાં મહત્વની શાકભાજી કહેવાતી લીલી ડુંગળીની ખેતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી હતી. આ ખેતી દ્વારા લાખો રૂપિયાનો નફો મેળવવાનાં સપનાં જોયાં હતાં, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવ ગગડીને તળિયે પહોંચી જતાં ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

બનાસકાંઠાના ખેડૂતોની સ્થિતી કફોડી, વચેટીયાઓ મફતના ભાવે માંગી રહ્યા છે ડુંગળી

અલ્કેશ રાવ/બનાસકાંઠા : ડીસા આસપાસના વિસ્તારોમાં શિયાળામાં મહત્વની શાકભાજી કહેવાતી લીલી ડુંગળીની ખેતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી હતી. આ ખેતી દ્વારા લાખો રૂપિયાનો નફો મેળવવાનાં સપનાં જોયાં હતાં, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવ ગગડીને તળિયે પહોંચી જતાં ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ધાન્ય પાકોની સાથે સાથે શિયાળાની ઋતુમાં બટાટા, ડુંગળી, ફુલાવર સહીતની શાકભાજીનું પણ વાવેતર કરતા હોય છે. જેમાં ડીસા આસપાસના ખેડુતો શિયાળામાં મોટે ભાગે શિયાળાનો મહત્ત્વનો પાક ગણાતા લીલી ડુંગળીનું વાવેતર કરતા હોય છે.

fallbacks

સિંહોની સ્વભાવ વિરુદ્ધની હરકત: 2 યુવતીઓ પર કર્યો હૂમલો, એકને ફાડી ખાધી, વન વિભાગે શરૂ કરી કાર્યવાહી

આ ડુંગળી ડીસા સહિત આસપાસના માર્કેટોમાં વેચી તેમાંથી નફો મેળવતા હોય છે. જોકે આ વર્ષે ખેડુતોએ 30થી 35 રૂપિયાના ભાવનું બિયારણ લાવી ડુંગળીની ખેતી કરી લાખો રૂપિયા કામવવાની આશા બાંધી હતી. છેલ્લા એક સપ્તાહમાં લીલી ડુંગલીના ભાવ ગગડ્યા છે અને એક સપ્તાહ અગાઉ પ્રતિ કિલોએ 35 થી 40 રૂપિયાને પાર વેચાતી લીલી ડુંગળી 3 થી 4 રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. 

યુવતીનો બિભત્સ વીડિયો ઉતારી પહેલા SEX માટે અને ત્યાર બાદ ચોરી કરવા માટે મજબુર કરી

જો કે આ સીઝનમાં ડુંગળીનું પ્રોડક્સન વધુ થતા માર્કેટમાં ડુંગળીની આવક વધી છે. જેથી તેના ભાવ ગગડ્યા હોવાનું ખેડૂતો અને  વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે અચાનક લીલી ડુંગળીનાં ભાવમાં ઘટાડો આવી જતા ખેડૂતો લાખો રૂપિયાનું નુકશાન ભોગવવા મજબુર બન્યા છે. અને હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. આ વર્ષે અચાનક લીલી ડુંગળીના ભાવ ગગડી જતાં ડુંગળીનું વાવેતર કરેલ ખેડૂતોની હાલત કફોડી બનતાં કેટલાક ખેડૂતોએ તો પોતાનો પાક ગૌશાળાઓમાં રહેલી ગાયોને ખવડાવી દીધો છે. જોકે બીજીબાજુ અચાનક લીલી ડુંગળીનો ભાવ સાવ તળિયે બેસી જતાં લીલી ડુંગળીનો વેપાર કરતાં વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

હવે CORONA અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ ખતરનાક રોગ, આખુ જીવન રિબાઇ રિબાઇને રહેવું પડે છે

ડીસા પંથકમાં મોટાભાગના ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે લીલી ડુંગળીનું વાવેતર કર્યું હતું પણ અચાનક લીલી ડુંગળીના ભાવ તળિયે જતા રહેતા ખેડૂતોની ડુંગળી માર્કેટમાં લઈ જવી પણ ખેડૂતોને મોંઘી પડી રહી છે. જો જલ્દીથી લીલી ડુંગળીના ભાવ નહિ ઉચકાય તો ખેડૂતોએ તેમની ડુંગળી રોડ ઉપર ફેકવાનો વારો આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More