Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠામાં આભ ફાટ્યું; માત્ર 3 કલાકમાં 8 ઇંચ, જાણો ઉત્તર ગુજરાતમાં કયા કેવી બોલાવી ધબધબાટી?

Gujarat Monsoon 2025: છેલ્લાં 24 કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો.

બનાસકાંઠામાં આભ ફાટ્યું; માત્ર 3 કલાકમાં 8 ઇંચ, જાણો ઉત્તર ગુજરાતમાં કયા કેવી બોલાવી ધબધબાટી?

Gujarat Monsoon 2025: છેલ્લાં 24 કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલું છે. બનાસકાંઠાના ધાનેરામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સાબરકાંઠાના ઈડરમાં પોણા ચાર ઈંચ વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે.

fallbacks

ગુજરાતમાં આજે આ 19 જિલ્લામાં ભારે વરસાદનું ભયાનક એલર્ટ; જાણો મેઘો ક્યાં મચાવશે તબાહી

રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 162 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ 8.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણાના વડનગરમાં દોઢ ઈંચ, તો ઊંઝા અને સતલાસણમાં વરસ્યો 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.

કચ્છની 10 વર્ષીય બાળકીએ દુર્લભ બિમારીને આપી માત, સમગ્ર વિશ્વમાં માત્ર 30 જ કેસ

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લાના વલોદ, સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવા, સાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ તેમજ તાપીના વ્યારા અને ડોલવણ, સાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 

500 વર્ષ બાદ અતિ દુર્લભ સંયોગ, આ રાશિઓને બખ્ખે બખ્ખા, અચાનક છપ્પરફાડ ધનલાભ થાય

વધુમાં, રાજ્યના 10 તાલુકામાં બે ઈંચથી વધુ, 13 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે 124 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, 03 જુલાઇ, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More