Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠા : દિવાળીએ આખો પરિવાર હોમાયો, અકસ્માતમાં પતિ-પત્ની અને માસુમ બાળકનું મોત

બનાસકાંઠામાં દિવાળી (diwali) ના દિવસે જ એક પરિવાર હોમાયો છે. દાંતીવાડાના રાજકોટ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (accident) સર્જાતા પતિ પત્ની અને માસુમ બાળકનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. દિવાળીના દિવસે ગામના ત્રણના મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ છે.

બનાસકાંઠા : દિવાળીએ આખો પરિવાર હોમાયો, અકસ્માતમાં પતિ-પત્ની અને માસુમ બાળકનું મોત

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં દિવાળી (diwali) ના દિવસે જ એક પરિવાર હોમાયો છે. દાંતીવાડાના રાજકોટ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (accident) સર્જાતા પતિ પત્ની અને માસુમ બાળકનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. દિવાળીના દિવસે ગામના ત્રણના મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ છે.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના દાંતીવાડાના રાજકોટ ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ-પત્ની સહિત માસૂમ બાળકનું મોત નિપજ્યુ છે. દિવાળીના દિવસે નાનકડો પરિવાર બાઇક પર સવાર થઈને જઈ રહ્યો હતો. ત્યારે આ પરિવારને ઈકો કારે અડફેટે લીધો હતો. પરિવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. 

દિવાળીના દિવસે જ ત્રણ લોકોના અકસ્માતથી મોતથી સમગ્ર પંથકમાં શોક છવાયો છે. દાંતીવાડા પોલીસે અકસ્માત કરેલ ઈકો ગાડીના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More