અલકેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના સરદીય વિસ્તારમાં ફરીથી પ્રેમી યુવકનું બળજબરીથી મુંડન કરવાની ઘટના બની છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓને પકડીને તેમનુ મુંડન કરાવાયુ હતું. ગામના કેટલાક લોકો દ્વારા પ્રેમિકાને મળવા આવેલ બંને યુવકોને મેથીપાક ચખાડ્યો હતો. એટલુ જ નહિ, તેઓને સામસામે બેસાડી એકબીજાના હાથે મુંડન કરાવડાવ્યુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે, ઝી 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીઓના મુંડન કરવાના અનેક વીડિયો અનેકવાર વાયરલ થવા છતાં કોઈ ફરિયાદ નોંધાતી નથી.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આ પ્રકારની તાલીબાની સજા કરવી એ કોઈ નવી વાત નથી. અગાઉ પણ આ જ રીતે પ્રેમિકાના મળવા જતા સગાસંબંધીઓ કે ગ્રામજનોને હાથે ઝડપાઇ ગયેલા યુવકને તાલીબાની સજા કરી હોવાના અનેક વીડિયો લોકોએ બનાવી વાયરલ કર્યા હતા. જોકે હજુ સુધી આ મામલે કોઇ જ પોલીસ મથકમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
અંબાલાલ પટેલની સપ્ટેમ્બરની મહિનાની નવી આગાહી : ગુજરાતના માથે એક નહિ બે સિસ્ટમ બની
બનાસકાંઠા: પ્રેમિકાને મળવા આવેલ યુવકોનું ગ્રામજનોએ મેથીપાક ચખાડી કર્યું મુંડન #Gujarat #Banaskantha #News pic.twitter.com/Hq8ihtoTzz
— Zee 24 Kalak (@Zee24Kalak) September 8, 2023
પ્રેમિકાને મળવા ગયેલો વધુ એક પ્રેમી યુવક ગ્રામજનોના હાથે ઝડપાઇ જતા ભોગ બન્યો છે. તેનું મુંડન કરી વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. અવારનવાર ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લામાં આવી ઘટનાઓ બની રહી છે, પણ કોઈ પોલીસ ફરિયાદ થતી નથી એટલે કોઈ કાર્યવાહી થતી નથી અને તેના જ કારણે લોકોને આવા કૃત્યો કરતા ડર લાગતો નથી અને આવી ઘટનાઓ સતત વધી રહી છે.
આખરે ગુજરાતે કરી બતાવ્યું, શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડીને મેળવી મોટી સિદ્ધી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે