Home> Gujarat
Advertisement
Prev
Next

બનાસકાંઠા: ભાભર-રાધનપુર હાઈ-વે પર 4 લોકોના કરૂણ મોત, માળી પરિવારનો માળો વિંખાયો

ભાભર-રાધનપુર હાઈવે પર ગૌસણ ગામ પાસે અકસ્માત નડ્યો છે. જેમાં ટ્રેલરે કારને ટક્કર મારતા ઘટના સ્થળે જ 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના માળી પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે.

બનાસકાંઠા: ભાભર-રાધનપુર હાઈ-વે પર 4 લોકોના કરૂણ મોત, માળી પરિવારનો માળો વિંખાયો

ઝી બ્યુરો/બનાસકાંઠા: રાજ્યમાં અકસ્માતોની વણઝાર વચ્ચે બનાસકાંઠામાં વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. ભાભર-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કારમાં 6થી વધુ લોકો હોવાનું અનુમાન છે. જેમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

fallbacks

આ આંકડો તમને ડરાવી દેશે! ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 12.50 લાખને રખડતાં શ્વાન કરડ્યા

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાભર-રાધનપુર હાઈવે પર ગૌસણ ગામ પાસે અકસ્માત નડ્યો છે. જેમાં ટ્રેલરે કારને ટક્કર મારતા ઘટના સ્થળે જ 4 લોકોના મોત થયા છે, જ્યારે 3 ઈજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના માળી પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 3 પુરુષ અને એક બાળકનું મોત થયું છે. આ અકસ્માતમાં 40 વર્ષીય ભીખાભાઈ માળી, 17 વર્ષીય મિતેશ માળી, 40 વર્ષીય ભીખાભાઈ માળી સહિત 4 વર્ષની બાળકીનું મોત થયું છે. 

મોટી ખુશખબરી! હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ગુજરાત સરકારની વિચારણા

અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ 2ના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત એક પુરુષ અને 2 મહિલા સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.

હવે જાગશે તંત્ર? રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટ કોની સામે લેશે એક્શન?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More