Home> Gujarat
Advertisement
Prev
Next

‘જીવન એવુ જીવ્યા’ ગીત પર રીલ્સ બનાવીને યુવકે જિંદગી ટૂંકાવી, તરવૈયાઓએ બહાર કાઢ્યો મૃતદેહ

Banaskantha News : બનાસકાંઠાના થરાદમાં રિલ્સ બનાવી યુવકે કેનાલમાં ઝંપલાવ્યું,,, યુવકે " જીવન એવુ જીવ્યા" નામના ગીત પર રિલ્સ બનાવી કેનાલમાં લગાવી મોતની છલાંગ,,, સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં યુવકની હાથ ધરી શોધખોળ.. 

‘જીવન એવુ જીવ્યા’ ગીત પર રીલ્સ બનાવીને યુવકે જિંદગી ટૂંકાવી, તરવૈયાઓએ બહાર કાઢ્યો મૃતદેહ

Gujarati News બનાસકાંઠા : થરાદમાં જિંદગીની છેલ્લીં રીલ બનાવી યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. 'જીવન એવું જીવ્યા' ગીત પર રીલ્સ બનાવીને યુવકે થરાદની કેનાલમાં પડતુ મૂકીને જીવન ટૂંકાવ્યું. કેનાલ નજીક યુવકે બાઈક મૂકી પાણીમાં કૂદકો મારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટ્યા હતા. કલાકોની જહેમત બાદ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવક થરાદના ઉદરાણાનો પ્રવીણ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.

fallbacks

 

થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા કેનાલના મહાજનપુરા અને લેડાઉ પુલ વચ્ચેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. જેના બાદ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કેનાલ પાસ એક બાઈક મળી આવી હતી.

રસ્તા પર પડેલા પૈસા મળવા એક મોટી વાતનો આપે છે સંકેત, તેને ઉપાડ્યા પછી આ ભૂલ ન કરતા

જોકે, પ્રવીણ ઠાકોરે કેમ આવું કર્યું તેનું કારણ સામે આવ્યુ નથી. હાલ થરાદ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. તેમજ તેણે કેમ આવુ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, રહેવા માટે ફાંફા મારવા પડી રહ્યાં છે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More