Home> Gujarat
Advertisement
Prev
Next

'સરકારી નોકરીમાં પાસ કરાવી દઈશ', કહી ડિફેન્સ એકેડેમીના સંચાલકે યુવતીની આબરૂ લૂંટી

Banaskatha Life Defense Academy Director Rapes: પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલક સામે દુષ્કર્મનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સંચાલક પ્રવીણ કાંગશિયાએ પોલીસ અને આર્મીની નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

'સરકારી નોકરીમાં પાસ કરાવી દઈશ', કહી ડિફેન્સ એકેડેમીના સંચાલકે યુવતીની આબરૂ લૂંટી

Banaskatha News: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે ડિફેન્સ એકેડેમી ચલાવતા સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયાએ પોતાની ડિફેન્સ એકેડમીમાં પોલીસ અને આર્મીની તાલીમ માટે આવતી એક યુવતીને જ પોતાની હવસનો શિકાર બનાવી હતી. 

fallbacks

અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ડિફેન્સ એકેડેમીના સંચાલકે પોતાની જ એકેડમીમાં તાલીમ લેવા આવતી વિદ્યાર્થીનીને દુષ્કર્મનો ભોગ બનાવી તેને બ્લેકમેલિંગ કરી હોવાની ઘટના સામે આવી હતી. જોકે આ ઘટનાને લઈ પીડિત તાલીમાર્થી એ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયા સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં નરાધમ પ્રવીણ કાંગસિયાને દ્વારકા થી દબોચી લીધો છે અને તેને પાલનપુર લાવી વધુ તપાસ હાથ ધરી છે. 

જોકે પોલીસની તપાસમાં આ નરાધન પ્રવીણ કાંગસિયા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસ અને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી છે. સૌપ્રથમ પ્રવીણ કાંગસિયાએ પોતાની એકેડેમીમાં તાલીમ લેવા માટે આવતી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તે બાદ તેની સાથે ગંદી હરકતો કરી તેના વિડીયો બનાવી લીધા અને તે બાદ અલગ અલગ વખત આ યુવતીને તેના વિડીયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી બ્લેકમેલિંગ કરી તેની સાથે દુષ્કર્મ આચરતો.

જોકે પીડીત યુવતીએ હિંમત કરી ઘટનાની જાણ પોતાના પરિવારને કરી દેતા પીડિત યુવતીના પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી. આ નરાધમ ડિફેન્સ એકેડેમીના સંચાલક પ્રવીણ કાંગસિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવીણ કાંગસિયા સામે દુષ્કર્મનું ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી. પરંતુ આ પ્રવીણ કાંગસિયાએ પોતાની સામે ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. પરંતુ પોલીસે આ નારાધમને ઝડપી પાડવા કડક તપાસ હાથ ધરી ગુજરાતના ખૂણે ખૂણા ખગોળતા આ નરાધમ દ્વારકા બાજુ પહોંચ્યો હોવાની પૂર્વ પોલીસને બાતમી મળી અને તે અનુસાર જ પૂર્વ પોલીસની ટીમો દ્વારકા વિસ્તારમાં પહોંચી અને ગણતરીના દિવસોમાં પોલીસે દ્વારકાથી નરાધમ પ્રવીણ કાંગસિયાને દબોચી તેને પાલનપુર લવાયો છે. જો કે પોલીસે નરાધમ પ્રવીણ કાંગસિયાને દબોચી તેની તપાસ હાથ ધરી તો આ નરાધમ પ્રવીણ કાંગસિયા પાલનપુરમાં ડિફેન્સ એકેડેમી તો ચલાવે છે પરંતુ તેની સાથે સાથે તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. 

મહત્વની વાત એ છે કે આ નારાધમ પ્રવીણ કાંગસિયાએ દુષ્કર્મના કેસનો ગુનેગાર છે અને પોલીસે તેને દબોચી લીધો છે પરંતુ પોલીસ મથકમાં બેઠેલા આ પ્રવીણ કાંગસિયાના મોઢા પર આજે પણ અફસોસનો એક પણ લક્ષણ જોવા નથી મળી રહ્યો. પોલીસે જ્યારે આ પ્રવીણ કાંગસિયાને મીડિયા સામે રજૂ કર્યો ત્યારે આ પ્રવીણ કાંગસિયા પોલીસની હાજરીમાં બેઠો બેઠો પોતાના મોઢા પર સ્મિત આપી રહેલો જોવા મળી રહ્યો છે.

જોકે પોલીસે અત્યારે આ પ્રવીણ કાંગસિયાને દબોચિ તો લીધો છે પરંતુ તેની સામે કડક તપાસ કરાય યુવતીના પરિવારજનો માંગ કરી રહ્યા છે. જો કે અત્યારે તો પાલનપુર પૂર્વ પોલીસ એ આ નરાધન પ્રવીણ કાંગસિયાને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હવે જોવું રહેશે કે પોલીસ આ પ્રવીણ કાંગસિયા સામે કઈ દિશામાં તપાસ કરે છે અને કોર્ટ આ પ્રવીણ કાંગસિયાને કયા પ્રકારની સજા આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More