Home> Gujarat
Advertisement
Prev
Next

આજથી બે દિવસ માટે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, 8 જેટલી માગો સાથે કર્મચારીઓ કાઢશે રેલી

SBI, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, યુકો બેંક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, દેના બેંક સહિત અનેક બેંકોના કર્મચારીઓનું હડતાળને સમર્થન કર્યું છે

આજથી બે દિવસ માટે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, 8 જેટલી માગો સાથે કર્મચારીઓ કાઢશે રેલી

અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યમાં આજથી બે દિવસ માટે બેંકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. ઓલ ઈન્ડિયા બેંકસ એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા આજે અને આવતીકાલે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. 11 વાગ્યે અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે.પી. ચોક, ખાનપુર સુધી કાઢવામાં રેલી આવશે.

fallbacks

SBI, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, યુકો બેંક, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, દેના બેંક સહિત અનેક બેંકોના કર્મચારીઓનું હડતાળને સમર્થન કર્યું છે. 8 જેટલી જુદી જુદી માગો સાથે કર્મચારીઓ રેલી કાઢશે. પબ્લિક સેકટરની બેંક મજબૂત કરવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા, લોનની ચુકવણી બાકી હોય એવા સામે કડક પગલાં લેવા જેવી માગો સાથે રેલી કાઢશે.

વડોદરામાં ફુટબોલ મેચ દરમિયાન મારામારી, લુખ્ખા તત્વો MS યુનિ.માં ઘુસી વિદ્યાર્થીઓ પર તુટી પડ્યા

આ ઉપરાંત બેન્ક ડિપોઝીટ પર વ્યાજદર વધારવા, સર્વિસ ચાર્જન નામે ગ્રાહકો ઓર બોજો ના વધારવા, નવી પેંશન સ્કીમ બંધ કરી - DA સાથે જોડાયેલી પેંશન સ્કીમ લાગુ કરવા, આઉટસોરસિંગ બંધ કરી - ભરતીઓ શરૂ કરવા, કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને રેગ્યુલરાઈઝ કરવાની માંગ સાથે હડતાળ કરાઈ રહી છે.

રાજકોટઃ ગોંડલના સંત હરિચરણદાસજી દેવલોક પામ્યા, ભક્તોમાં ફરી વળ્યું શોકનું મોજું

બેન્ક કર્મચારીઓની હડતાળને કારણે રાજ્યમાં 3,665 રાષ્ટ્રીયકૃત બેંકોની બ્રાન્ચના નાણાકીય વ્યવહારો પર અસર પડશે. 40 હજાર બેંકના કર્મચારીઓ હડતાળમાં જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. હડતાળને કારણે રાજ્યમાં 25 હજાર કરોડના ટ્રાન્જેક્શનને અસર થશે. ક્લિયરિંગ, કેશ, ટ્રાન્સફર, NEFT, RTGS સહિતના તમામ બેન્ક મારફતે થતા નાણાકીય વ્યવહારો અટકશે.

અન્ય સમાચાર અહીં વાચો:-

પાણીની પારાયણે તો ભારે કરી, આંતરિક બોલાચાલી તો ઠીક પરંતુ અહીં મહિલાઓ વચ્ચે સર્જાય છે બેડા યુદ્ધ

ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? ભારતના આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ

ગરમીનો પારો વધતા જ ફરવાનું યાદ આવ્યું, એકદમ સસ્તામાં કરો આ 5 હિલ સ્ટેશનની મુસાફરી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More