Home> Gujarat
Advertisement
Prev
Next

જેતલપુર APMCમાં બારદાન ન માત્ર પ્લાસ્ટિકનાં પરંતુ બીજા રાજ્યોનાં વપરાય છે

રાજ્યમાં ડાંગરના ટેકાના ભાવે ખુબ ઓછા ખેડૂતોની ડાંગર ખરીદવામાં આવે છે. જે ડાંગર ખરીદવામાં આવે છે તેમાં પણ ગેરરીતી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેતલપુર એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી ડાંગર ભરવા માટે સરકાર માન્ય બારદાનનો ઉપયોગ જ નહી થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે બારદાનનો અત્યાર સુધી ઉપયોગ થતો હતો તેના પર ગુજરાત સરકારનો કોઇ લોગો નથી.

જેતલપુર APMCમાં બારદાન ન માત્ર પ્લાસ્ટિકનાં પરંતુ બીજા રાજ્યોનાં વપરાય છે

ગૌરવ/અમદાવાદ : રાજ્યમાં ડાંગરના ટેકાના ભાવે ખુબ ઓછા ખેડૂતોની ડાંગર ખરીદવામાં આવે છે. જે ડાંગર ખરીદવામાં આવે છે તેમાં પણ ગેરરીતી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેતલપુર એપીએમસીમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી ડાંગર ભરવા માટે સરકાર માન્ય બારદાનનો ઉપયોગ જ નહી થતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે બારદાનનો અત્યાર સુધી ઉપયોગ થતો હતો તેના પર ગુજરાત સરકારનો કોઇ લોગો નથી.

fallbacks

વારંવારના અકસ્માતો બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા BRTS કોરિડોરનું નિરીક્ષણ કર્યું

અત્યાર સુધી ઉપયોગમાં લેવાઇ રહેલા બારદાન ગુજરાત સરકારનાં નહી હોવા ઉપરાંત પ્લાસ્ટીકનાં હોવાનો પણ ખુલાસો થયો છે. આ બારદાન પર કોઇ પણ પ્રકારનાં સ્ટીકર કે લોગોનો ઉપયોગ કરવામાં આવેલો નહોતો. બીજી ચોકાવનારી વાત એ પણ સામે આવીકે અત્યારે જે ડાંગર ખરીદવામાં આવે છે તે ભરવા માટે ગવર્મેન્ટ ઓફ પંજાબ અને ગવરમેન્ટ ઓફ હરિયાણાના બારદાનનો ઉપયોગ થઇ રહ્યો છે.  

ઉજ્જડ ડાંગમાં થશે પાણીની રેલમછેલ, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે છુટ્ટા હાથે કરોડો રૂપિયાની લ્હાણી કરી

ગુજરાત સરકારની રાજકોટ-અમદાવાદને ખાસ ભેટ, બંને શહેરો વચ્ચે દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન

બંને રાજ્યોના બારદાન વર્ષ ૨૦૧૪-૧૫ના છે. આ અંગે આસિસ્ટન્ટ મેનેજર ઇન્ચાર્જ ગોડાઉન અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના કરણસિંહ વાઘેલાએ કહ્યુ કે બે દિવસથી બારદાન પૂરા થતા લેબલ વગરના બારદાનો ઉપયોગ થઇ રહયો છે. સરકાર પાસે માંગણી કરતાં જે બારદાવ આપવામાં આવ્યા તેમાં હાલ ડાંગર ભરવામાં આવી રહી છે. જ્યારે સરકાર અમને બીજા બારદાન પુરા પાડશે તો અમે તેમાં ચોખા ભરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More