Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદીઓ તમારી સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો : આજથી હજારોનો દંડ વસૂલાશે

Ahmedabad AMC News: સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલ આંખ....સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે... ઝૂંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ....

અમદાવાદીઓ તમારી સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો : આજથી હજારોનો દંડ વસૂલાશે

Ahmedabad news : હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી ફેલાવનારની ખેર નહીં. કારણ કે હવેથી અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. અમદાવાદના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10 હજાર રૂપિયાનો દંડ થશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે.

fallbacks

અમદાવાદ જાહેરમાં કચરો ફેંકતા શહેરીજનો ચેતી જજો. કેમ કે, ગંદકી ફેલવાતી સોસાયટીઓ પર AMCની નજર છે. ગંદકી કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજથી મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે મુજબ આજથી કચરો કરનારા પાસેથી દંડ વસૂલવામાં આવશે.

યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ પોતાનું MBBS પૂરુ કરી શકશે, પણ સરકારે આપેલી આ શરતે

સ્વચ્છતા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. જો આજથી અમદાવાદની કોઈ પણ સોસાયટીની બહાર કચરો હશે તો આજથી 10,000 રૂપિયાનો દંડ થશે. ઝુંબેશના ભાગરૂપે 30-30 સભ્યોની 100 ટીમ બનાવાઈ છે. તેમજ ખાદ્ય પદાર્થોના પ્લાસ્ટિક પેકેટ જે-તે ઉદ્યોગે પાછા લેવા પડશે. 

શહેરમાં રોજના 20 લાખ ચાના કપ કચરામાં ઠલવાય છે, તેથી પ્લાસ્ટિકના આ કપ સામે મોટી ઝુંબેશ હાથ ધરાશે. સાથે જ પ્લાસ્ટિકની થેલી સામે પણ પગલા લેવાશે. 

ગુજરાતના ઘનઘોર જંગલ વચ્ચે આવેલું છે માતા વિશ્વંભરીનું વિશ્વનું એકમાત્ર મંદિર

જો અમદાવાદીઓ આ મામલે ગંભીર નહિ બને તો તેમનું આવી બનશે. એએમસી દ્વારા દંડાત્મક પગલા લેવામાં આવનાર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More