Ahmedabad News : હરણફાળ ભરતું શહેર અમદાવાદ હવે મેગા સિટી બની રહ્યું છે. અહીં ઉદ્યોગ ધંધા વિકસતા હવે નોકરીનો અઢળક તકો મળી રહે છે. આ જ કારણે હવે ગુજરાતના અન્ય શહેરોમાંથી અને અન્ય રાજ્યોમાંથી નોકરી માટે અમદાવાદમાં લોકો આવી રહ્યાં છે. આ લોકો માટે અમદાવાદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા ઢગલાબંધ ઓપ્શન છે. ત્યારે અમદાવાદના ચાંદખેડા ગ્રીન ગેલ્ડ સિટીમાં પીજીના યુવકો અને સ્થાનિકો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. મોડી રાત્રે પીજીમાં રહેતા શખ્સોને લઈ વિવાદ ઉઠ્યો હતો. સ્થાનિક લોકો સાથે ગાળા-ગાળી કરી હોવાના આક્ષેપ પીજીના યુવકો સામે ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મારામારી બાદ સમગ્ર મુદ્દો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. સમગ્ર ઘટના દરમિયાન થયેલી મારામારીના વીડિયો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં રહીશો અને પીજીના યુવકો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યાં છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
PGમાં રહેતા યુવકો અને સ્થાનિકો વચ્ચે બબાલ, અમદાવાદના ચાંદખેડામાં મોડીરાત્રે ગાળાગાળી...#ahmedabad #fight #viral #viralvideo #trending #trendingvideo #gujarat #zee24kalak pic.twitter.com/M4tBTV6OQs
— Zee 24 Kalak (@Zee24Kalak) January 17, 2025
ન્યુ ચાંદખેડાની ગ્રીનગ્લેડ સીટી સોસાયટીમાં પીજીમાં રહેતા શખ્સોને લઇ મોડી રાત્રે બબાલ થઈ હતી. સોસાયટીના નિયમો વિરુદ્ધ મકાનો ભાડે અપાતા હોવાનો સોસાયટી સભ્યોએ આરોપ મૂક્યો હતો. જેથી મહિલાઓ સહીતના સોસાયટી સભ્યોએ એકઠા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુરુવારે મોડી રાતે બનેલી ઘટનામાં pg તરીકે રહેતા યુવકોએ સોસાયટી સભ્યો સાથે મારામારી કરી હતી.
ગુજરાતની શાળામાં આવી ચઢ્યો સિંહ, શિક્ષકો રૂમમાં પૂરાયા, Video જોઈ તમારા ધબકારા વધશે
સ્થાનિક લોકો સાથે પીજીના યુવકો ગાળાગાળી અને મારામારી કરી હોવાના આક્ષેપ રહીશોએ કર્યો છે. સાથે જ અગાઉ નોટિસ આપી હોવા છતાં કેટલાક મકાનમાલિક સભ્યો સહકાર ન આપતા હોવાના આરોપ મૂક્યો. Pg માં રહેતા ઈસમો વિવિધ ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાના સોસાયટી સભ્યોના આરોપ મૂકાયો છે.
ઘટનાને પગલે સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. ચાંદખેડા પોલીસે સોસાયટીમાં પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે કેટલાક યુવકોની પૂછપરછ પણ કરી હતી. જેમાં પીજીના યુવકોએ સોસાયટી સભ્યો અને હોદ્દેદારો પણ નશો કરવાના અને મારામારીના આક્ષેપ લગાવ્યા છે.
ગુજરાતનો દરિયો 700 કિલોમીટર જમીન ગળી ગયો! કાંઠે આવી રહી છે મોટી તબાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે