Daman News નિલેશ જોશી/દમણ : આજના સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ્સ બનાવવા જાણે હોડ લાગી હોય તેવો માહોલ સર્જાયો છે. પોતાના સોશિયલ ગ્રુપમાં જેટલા વધારે મિત્રો હોય તેટલું ગર્વ અનુભવતા હોય છે. તો મહિલા મિત્ર બનાવવા કેટલાક લોકો ભારે તલપાપડ જોવા મળતા હોય છે. પરંતુ અજાણી મહિલાઓ સાથે કરેલી દોસ્તી ક્યારેક મોટું નુકસાન કરાવી જાય છે. ત્યારે આવી જ ઘટના સુરતના એક વ્યક્તિને થઈ છે.
સંઘ પ્રદેશ દમણ પ્રવાસન માટે જાણીતું પર્યટક સ્થળ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ખાવા પીવાની પાર્ટી માટે દમણની વાટ પકડતા હોય છે. ત્યારે તાજેતરમાં જ દમણની એક હોટલમાં ખાવા પીવાની પાર્ટી કર્યા બાદ એક વ્યક્તિ સાથે હોટલમાં લૂંટ થઈ હોવાની ઘટના બની હતી. વ્યક્તિના સોનાના દાગીના અને મોંઘાદાટ મોબાઇલની ચોરી થઈ હતી. પ્રથમ નજરે આ એક સામાન્ય ઘટના લાગે છે. પરંતુ કહાનીમાં વળાંક એ છે કે લૂંટારૂ કોઈ અજાણ્યું ન હતું. પરંતુ આ વ્યક્તિની બે સ્ત્રી મિત્ર હતી.
જી હા સુરત થી દમણ આવેલો આ વ્યક્તિ દમણમાં મોજ મસ્તી કરે છે અને ત્યારબાદ દમણની હોટલમાં તેની સ્ત્રી મિત્ર સાથે ડ્રીંક લે છે. જોકે ડ્રીંક લીધા બાદ જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે પોતે લૂંટાઈ ગયો છે. ઘટના બાદ આ મામલે દમણ પોલીસ હરકતમાં આવી. દમણ પોલીસે આ મામલે બે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સરકારી બાબુઓ હવે મીટિંગના બહાના નહિ કાઢી શકે, નાગરિકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય
દમણ પોલીસે જેમની ધરપકડ કરી છે તે બે મહિલા સહિત ત્રણ આરોપીઓ અતિશય શાંતિર અપરાધી છે. આ બંને મહિલા દમણના કોઈ બીચ પર મળી જાય તો ચોક્કસથી તમને તેની સાથે દોસ્તી કરવાની ઈચ્છા જાગે. પરંતુ તમે ભૂલે ચૂકે આવું કંઈક ન કરતા. કારણ કે આ બંને મહિલાઓ પ્રથમ તમારી સાથે દોસ્તી કરશે અને ત્યારબાદ તમને કંગાળ કરી રફુ ચક્કર થઈ જશે. પહેલા તેની ઓળખ કરીએ તો...
આ બંને યુવતીઓની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો સૌ પ્રથમ તેઓ સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને ત્યારબાદ તેમની લોલુપ ચેટ અને કન્વર્ઝેશન થકી સામેના વ્યક્તિને મોહિત કરી નાંખે છે. ત્યારબાદ તેની કામણના એવા ઓજસ પાથરે છે કે યુવકો કંઈ પણ કરી છુટવા તૈયાર થાય છે. ત્યારબાદ આ બંને યુવતીઓ તક મળતા જ સામેના વ્યક્તિના તમામ મોંઘીદાર ચીજ વસ્તુઓ તેમજ રોકડ રૂપિયા લઇ ફરાર થઈ જાય છે.
દમણ પોલીસના હાથે લાગેલી કંચન સિંહ અને રામલાલી અગાઉ પણ આ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂકી છે. મોટાભાગે લોકો આબરૂ જવાના બીકે પોલીસ ફરિયાદ નોંધાવતા નથી. પરંતુ દમણની આ ઘટનામાં સુરતના વ્યક્તિએ ફરિયાદ નોંધાતા હવે આ બંને યુવતીઓ પોલીસ પાંજરે પુરાઈ છે.
તાકાત હોય તો અમને બધાને જેલમાં નાંખો, અડધી રાતે કોંગ્રેસીને ઉઠાવતાં શક્તિસિંહ બગડ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે