Home> Gujarat
Advertisement
Prev
Next

દીવમાં ફરવા જનારા સાવધાન, ચાકુની અણીએ બે મુસાફરો લૂંટાયા

Robbery Incident In Diu : કોઈ પણ વેકેશન હોય તેમાં પ્રવાસીઓની પહેલી પસંદ દીવ બનયું છે... દિવાળીની રજાઓમાં અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા.... ત્યારે આ વચ્ચે દીવમાં રાતના અંધારામાં બે મુસાફરોને લૂંટવાનો બનાવ બન્યો છે

દીવમાં ફરવા જનારા સાવધાન, ચાકુની અણીએ બે મુસાફરો લૂંટાયા

Gir Somnath ગીર સોમનાથ : દિવાળી વેકેશનમાં દીવ પ્રવાસીઓથી ઉભરાયું છે. આવામાં દીવ ફરવા આવનાર પર્યટકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા છે. બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઇક પર આવેલા બે પિતરાઇ ભાઇઓ દીવ ફરવા આવતા રાત્રિના સમયે લૂંટાયા હતા. 

fallbacks

મુસાફરો સાથે શું થયું 
પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ દીવની તમામ હોટલ હાઉસફુલ છે. રાત્રિના સમયે દીવમાં દિવાળીની સીઝન હોવાથી રહેવા હોટેલ રૂમ નહિ મળતાં રૂમ આપવાના બહાને બંને યુવકોને અન્ય બાઈક પર આવેલા બે શખ્સોએ લૂંટ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની બહાર ઉના તાલુકાના નાળીયા માંડવી ગામના અવાવરું વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને યુવકો પાસેથી ત્રણ મોબાઇલ અને 11 હજાર રોકડની લૂંટ ચલાવી હતી. નવા બંદર મરીન પોલીસને જાણ થતાં રાત્રિના સમયે તપાસ આદરી હતી. સીસીટીવીના આધારે પોલીસે બે ઇસમોને ગણતરીની કલાકોમાં જ રાઉન્ડ અપ કર્યા છે. હાલ સીસીટીવી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. 

દીવમાં એક પણ હોટલ ખાલી નથી
ઉલ્લેખનીય છે કે, ઉના નજીક કેન્દ્રશાસિત પ્રદેશ દીવ હાલ દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. દીવના નાગવા બીચ હોય કે ઐતિહાસિક કિલ્લો કે પછી આઈએનએસ ખુકરી સહિતના સ્થળો પર લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. દીવના દરેક પ્રવાસી આકર્ષણો પર પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યુ છે. દીવના પ્રખ્યાત બીચમાંના એક નાગવા બીચ પર લોકો મજા માણતા જોવા મળ્યા. વોટર સ્પોર્ટ્સની સાથે દરિયાકિનારા પર નાહવાની મજામાણતા લોકો જોવા મળ્યા. દીવનો સોથી ફેમસ ગણાતો નાગવા બીચ પર મોટી સંખ્યમાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અહી દરિયા માં નાહવાની મોજા માણવા ની સાથો સાથ પ્રવાસીઓ વોટર સપોર્ટની અલગ અલગ રાઇડોનો આનંદ ઉઠાવી રહ્યા છે. લાભ પાંચમ સુધી મોટા ભાગની હોટેલો હાઉસ ફૂલ બની છે જો કે દીવાળીના વેકેશન અને તેહેવાર ને લય સિઝન આશરે 10 નવેમ્બર સુધી ચાલે તેવું લાગી રહ્યું છે.

ભૂતિયા છે અમેરિકન રાષ્ટ્રપતિ માટે બનેલું વ્હાઈટ હાઉસ, અંદર એક નહિ અનેકોનું ભૂત ફરે છ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More