Home> Gujarat
Advertisement
Prev
Next

2 રૂપિયાની પેપ્સી અને 30 રૂપિયાનો ગોળો 30 હજારમાં સુવડાવી દેશે! જાણો ઉનાળામાં ઠંડા પીણાથી કેવા રોગ થઈ શકે?

ગરમીમાં બરફના ગોળાથી રહેજો સાવધાન! 2 રૂપિયાની પેપ્સી કેમ 2 હજારમાં પડશે? કયો આઈસ્ક્રીમ ખાધો તો જવું પડશે હોસ્પિટલ? ઠંડા પીણા પીવાથી કેવા રોગ થઈ શકે? ઉનાળાની ગરમીમાં શું રાખશો સાવચેતી?

2 રૂપિયાની પેપ્સી અને 30 રૂપિયાનો ગોળો 30 હજારમાં સુવડાવી દેશે! જાણો ઉનાળામાં ઠંડા પીણાથી કેવા રોગ થઈ શકે?

ઝી બ્યુરો/વડોદરા: ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગરમીનો પારો હજુ ક્યાંય ઉપર જવાનો છે. કાળઝાળ ગરમી આ વખતે પડવાની છે તે નક્કી છે. ગરમીથી બચવા તમે બરફના ગોળા, બાળકોને પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખવડાવતા હશો. ઠંડા પીણાનો પણ ગરમીમાં તમે સહારો લેતા હશો...પણ હવે જરાં ચેતજો...બે રૂપિયાની પેપ્સી તમને બે હજારમાં પડી શકે છે. 30 રૂપિયાનો ગોળો તમારા ખિસ્સામાં 30 હજારનો ખર્ચ કરાવી શકે છે.

fallbacks
  • તમે પેપ્સી કે આઈસ્ક્રીમ ખાઓ છો?
  • બરફના ગોળાનો આનંદ તમે ઉઠાવો છો?
  • હવે જરા ચેતી જજો નહીં તો પડી જશે મોંઘુ!
  • 2 રૂપિયાની પેપ્સી 2 હજારનો કરાવશે ખર્ચ!
  • 30 રૂપિયાનો ગોળો 30 હજારમાં સુવડાવી દેશે!

હા...અમે સત્ય કહી રહ્યા છીએ. ઉનાળાની કાળઝાળ ગરમી તો બચવા માટે તમે બરફની ડીસ, પેપ્સી કે પછી આઈસ્ક્રીમ ખાતા હશો. તમારા બાળકોને પણ ગરમીમાં આ બધુ જ ખવડાવતા હશો. આ બધુ ખાવામાં તો બહુ સારુ લાગે છે. દરેક લોકો ઉનાળામાં ઠંડા પીણાનો આનંદ ઉઠાવે છે. પણ આ બધુ તમને સીધુ જ હોસ્પિટલ પહોંચાડશે. તમારા બાળકોને પણ દવાખાને લઈ જશે. કારણ કે ગરમીમાં આ બધુ જ ખુબ હાનિકારક છે.

નાના બાળકોને પેપ્સી ઘણી પસંદ હોય છે. 2 રૂપિયામાં મળતી સસ્તી પેપ્સીનો આનંદ તમે પણ ઉઠાવ્યો હશે. પણ તમને ખબર છે આ પેપ્સી કેટલી હાનિકારક છે? જાતભાતની ફ્લેવરમાં આવતી આ પેપ્સી હાનિકારક છે. કારણ કે તેનું પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે, લાંબા સમય સુધી તે ઠંડા અને ગરમ વાતાવરણમાં રહે છે, તેની બનાવટમાં અનેક એશન્સ અને કેમિકલનો ઉપયોગ થાય છે. આ 2 રૂપિયાની પેપ્સી તમારા બાળકને હોસ્પિટલ પહોંચાડી શકે છે. અનહાઈજેનિક આ 2 રૂપિયાની પેપ્સી તમને 2 હજારમાં પડી શકે છે.

કેમ પેપ્સી હાનિકારક?
પેકિંગ પ્લાસ્ટિકની થેલીમાં કરવામાં આવે છે. લાંબા સમય સુધી તે ઠંડા-ગરમ વાતાવરણમાં રહે છે. બનાવટમાં અનેક એશન્સ, કેમિકલનો ઉપયોગ થાય છે. અનહાઈજેનિક 2 રૂપિયાની પેપ્સી 2 હજારમાં પડી શકે છે. પેપ્સી જ નહીં તમે ગરમીમાં આઈસ્ક્રીમ અને બરફના ગોળા વધારે પસંદ કરતાં હશો. પણ તમને ખબર છે બરફના ગોળામાં જે કલરનો ઉપયોગ થાય છે તે કેટલો અખાદ્ય છે? ગોળા માટે જે કલર બનાવવામાં આવે છે તેમાં સેક્રેટ, એશન્સ અને અન્ય કેમિકલનો ઉપયોગ થાય છે. જે બાળકોનું સ્વાસ્થ્ય 100 ટકા બગાડી શકે છે. બહારથી ઠંડી દેખાતી કોઈ પણ વસ્તુ શરીર માટે ગરમ છે. ખાસ બરફ, આઈસ્ક્રીમ તો વધારે નુકસાન કરે છે...તમારા શહેર કે ગામમાં આઈસ્ક્રીમની લારીઓ ફરતી હશે...આ લારીઓ પરથી આઈસ્ક્રીમ લેતા પણ વિચાર કરજો...કારણ કે અહીં કોઈ હાઈજેનિકના નિયમોનું પાલન નથી કરાતું.

બરફનો ગોળો ગરમીમાં હાનિકારક?
બરફના ગોળામાં જે કલરનો ઉપયોગ થાય છે તે કેટલો અખાદ્ય? કલર બનાવવામાં સેક્રેટ, એશન્સ, કેમિકલનો ઉપયોગ થાય છે. બાળકોનું સ્વાસ્થ્ય 100 ટકા બગાડી શકે છે! બહારથી ઠંડી દેખાતી કોઈ પણ વસ્તુ શરીર માટે ગરમ છે. વેપારીઓને તો માત્ર તેમના ધંધા અને નફામાં રસ હોય છે. વધારે નફો રળવા માટે કેટલાક વેપારીઓ કંઈ પણ કરતાં હોય છે. હવે તમે આ બધી વસ્તુ ગરમીમાં ખાઓ તો શું થાય તે અમે ENT સ્પેશિયાલિસ્ટ પાસેથી જાણ્યું. તો તેમણે કહ્યું કે, ટોન્સિ લાઇટ્સ, ફેરિન જાઈટિસ, ગળું છોલાવવું, મોઢામાં ચાંદા પડવા જેવા રોગ થઈ શકે છે.

ઠંડા પીણાથી શું થાય?
ટોન્સિ લાઇટ્સ, ફેરિન જાઈટિસ, ગળું છોલાવવું, મોઢામાં ચાંદા. ગરમીમાં ફ્રીજમાં મુકેલા ઠંડા પાણી વગર કોઈને ચાલતું નથી. પરંતુ શું તમને ખબર છે આ પાણી પી શકાય કે નહીં? આ મામલે પણ અમે તબીબ પાસેથી જાણકારી મેળવી. તો અમે કેટલાક વાલીઓને પણ મળ્યા..આ જાગૃત વાલીઓએ કહ્યું કે અમે અમારા બાળકોને ઠંડા પીણા ખાવા નથી લઈ જતાં. આ રીતે દરેક વાલીઓ સમજે તો હોસ્પિટલનો ખર્ચો બચી જાય...ઉનાળાની હજુ તો શરૂઆત છે..તમારા શહેરમાં પણ બરફ ગોળા, પેપ્સી કે આઈસ્ક્રીમ મળવાની શરૂઆત થઈ ગઈ હશે. તો સાવચેતી રાખજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More