Home> Gujarat
Advertisement
Prev
Next

મહિસાગરઃ બ્યુટીપાર્લરમાં યુવતીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકનું કાઢ્યું કાસળ

બ્યુટી પાર્લરની સંચાલિકાએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હતી. હત્યા કરનાર મહિલાને ઝડપી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મહિસાગરઃ બ્યુટીપાર્લરમાં યુવતીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકનું કાઢ્યું કાસળ

અલ્પેશ સુથાર, મહિસાગરઃ મહિસાગરના લુણાવાડામાં યુવતીએ યુવકની હત્યા કરી હતી. વરધરી રોડ પર આવેલ બ્યુટીપાર્લરમાં યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. બ્યુટી પાર્લરની સંચાલિકાએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હતી. હત્યા કરનાર યુવતીને ઝડપી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

fallbacks

fallbacks

(મૃતક: મૂળ બાલાસિનોરનો રહેવાસી અંશુભાઈ ચૌધરી)

લુણાવાડા સ્થિત શાંતિવન એપાર્ટમેન્ટમાં આવેલ દિયા બ્યૂટી પાર્લર પર બુધવારે બપોરના સમયે મૂળ બાલાસિનોરનો રહેવાસી અંશુભાઈ ચૌધરી આવી પહોંચ્યો હતો. જ્યાં બ્યુટી પાર્લરની સંચાલિકા અંકિતા મુકેશભાઈ પટેલ રહે. ગોરપુરા લાટ, ધોળી ડુંગરી એકલી જ હાજર હતી. આ સમયે અંશુ ચૌધરી દારૂના નશામાં હોવાથી તે અંકિતાની કોઈ વાત માનવા જ તૈયાર ન હતો. આ સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને અંકિતાએ તિક્ષ્ણ હથિયાર વડે અંશુની હત્યા કરી નાંખી હતી. પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકાને પગલે પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીની ધરપકડ કરી લીધી છે.

fallbacks

(આરોપી મહિલા: બ્યુટી પાર્લરની સંચાલિકા અંકિતા પટેલ)

અંકિતા પોતાના પતિ સાથે વરધરી રોડ પર જૂના કાળવા રહેતી હતી પરંતુ ત્યાં તેને અવાર નવાર પોતાના પરિવારજનો સાથે ખટરાગ ચાલતો રહેતો હતો. જેના કારણે તેનો પતિ પોતાના ગામ ગોરપુરા લાટ, ધોળી ડુંગરી રહેવા જવાનો નિર્ણય લીધો હતો. આસપાસના લોકોના જણાવ્યા અનુસાર અંશુ ચૌધરી વારંવાર દિયા બ્યૂટી પાર્લર પર આવતો હતો.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More