Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ

ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ‘રમર ભમર’ ગીત કાને પડી રહ્યું છે, તોડ્યા બધા રેકોર્ડ
  • આ ગીતને ગુજરાતીઓએ લોકપ્રિયતા અપાવી
  • તેની ખુશીમાં ગાંધીનગરના શેરથા ગામમાં સક્સેસ પાર્ટી યોજાઈ

ઝી મીડિયા/બ્યૂરો :આ વખતની ઉત્તરાયણમાં દરેક ધાબા પર સંભળાશે રમર ભમર. 1 મહિનામાં આ ગીતને 28 મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે અને જ્યાં જુઓ ત્યાં અત્યારે રમર ભમર (Jindgi Kari Mari Ramar Bhamar) ગીત સાંભળવા મળી રહ્યું છે. આ સુપરહિટ ગીતના ગાયક છે બેચરજી ઠાકોર (Bechar Thakor) . આજકાલ જ્યાં જુઓ ત્યાં આ ગીત કાને પડી રહ્યું છે. રિક્ષામાં, ઈકો ગાડીમાં, લગ્નમાં, ડીજેમાં, બર્થ ડે પાર્ટીમાં, મોબાઈલમાં... આ ગીતને ગુજરાતીઓએ એટલી બધી લોકપ્રિયતા અપાવી છે કે તેની ખુશીમાં ગાંધીનગરના શેરથા ગામમાં એક સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મોના યુવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હાજર રહ્યા હતા. 

fallbacks

આ પણ વાંચો : કોરોનાકાળમાં સોનાના વેપારીઓ માટે સારા સમાચાર, હવે રાજકોટના દાગીના વિદેશમાં ચમકશે

ગીતને 1 મહિનામાં 28 મિલિયન વ્યૂઝ મળ્યા
ઝી 24 કલાકની ટીમે ગીતના ગાયક સાથે વાત કરી. બેચરજી ઠાકોરનું કહેવું છે કે તે આ ગીતની સફળતા બાદ હવે રમર ભમર પાર્ટ-2 લઈને આવી રહ્યા છે. તો વિક્રમ ઠાકોરે જાણકારી આપી કે આ ગીતનું મૂળ કાળીડા ભમ્મર નામનું એક લોકગીત છે. જેને બનાસકાંઠાના ગાયક કલાકાર જોધાજી ઠાકોરે ગાયું છે. કોરોના કાળમાં સોશિયલ મીડિયા પર કાળીડા ભમ્મર ગીત ખૂબ ફેમસ થયું હતું અને તેના પરથી પ્રેરણા લઈને બેચરજી ઠાકોરે રમર ભમર ગાયું છે. અને આ ગીતને 1 મહિનામાં 28 મિલિયન વ્યૂઝ મળ્યા છે. એટલે કે અત્યાર સુધીમાં આ ઑડિયો ગીતને યુ ટ્યુબ પર 2 કરોડ 80 લાખથી વધારે લોકો સાંભળી ચુક્યા છે. 

આ પણ વાંચો : સરદાર પટેલથી અમિત ચાવડા સુધીના પ્રદેશ પ્રમુખોએ ગુજરાતમાં અનેક ઉતારચઢાવ જોયા

લોકો ફોન પર ગીત ગાવાની ફરમાઈશ કરે છે 
બેચરજી ઠાકર ગીતની પોપ્યુલારિટી વિશે કહે છે કે, હું લોકોનો આભારી છું કે લોકો તેને પોપ્યુલર બનાવી રહ્યાં છે. હાલ લોકો ફોન પર પણ આ ગીતની ફરમાઈશ કરી રહ્યાં છે. ફોન પર લોકો ગીત ગાવાનું કહે છે. તેથી દિવસમાં અનેકવાર મારે આ ગીત ગાવુ પડે છે. મને સેડ સોન્ગ વધુ ગમે છે. મને દુખભર્યા ગીત ગાવા પસંદ છે. 2020નું વર્ષ મને ઘણું ફળ્યું છે. મારા માટે આ વર્ષ આ ગીતને કારણે બહુ જ સારું ગયું. આ ગીત વિશે હર્ષદ ઠાકોર કહે છે કે, રાત્રે 12 વાગ્યે બેચરજી ઠાકારને બોલાવીને અમે આ ગીત ગવડાવ્યું હતું. બહુ જ જલ્દી આ ગીત પોપ્યુલર બની ગયું એ અમારું નસીબ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More