ભાવિન ત્રિવેદી, જુનાગઢ: સોરઠ (Sorath) પંથકમાં આજથી આડત્રીસ વર્ષ પહેલાં સાંબેલાધાર વરસાદ પડતાં ઓઝત નદી (Ozat River) અને સાબળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જેનાં કારણે ઓઝત નદી (Ozat River) કાંઠે આવેલાં વિસ્તારમાં જાનમાલની મોટી ખુવારી થઈ હતી. કેશોદ તાલુકાનાં બામણાસા ગામે સમગ્ર સોરઠમાં સૌથી વધારે મોટી ખુવારી થઈ હતી.
કેશોદ તાલુકાનાં બામણાસા ગામે પસાર થતી ઓઝત નદી (Ozat River) અને સાબળી નદી (Sabali River) ના પાણી ફરી વળતાં એક જ ગામના ૫૯ લોકો મોતને ભેટયા હતાં. આજે પણ એ કરુણતા યાદ કરતાં ગામવાસીઓ હિબકે ચડી જાય છે. બામણાસા ગામે વધુ પ્રમાણમાં લોકો વાડી વિસ્તારમાં રહેતાં હોય ત્રણ દિવસ અને બે રાત સુધી પુરનું પાણી ન ઉતરતાં લોકો જીવ બચાવવા ઝાડ પર,મેડા ઉપર કે મોભિયા ઉપર જીંદગી સાથે ઝઝુમીયા હતાં.
સંસ્કારીનગરીમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ, ફોટા બતાવીને ચેટિંગ પર નક્કી થતા હતા ભાવ
બામણાસા ગામના વાડી વિસ્તારમાંથી લોકોને હોડી મારફતે લાવવામાં આવી રહ્યા હતાં, ત્યારે અકસ્માતે હોડી ઉંધી વળી જતાં બેસેલા ઘોડાપુર (Flood) માં તણાઈ ગયા હતા. બામણાસા ગામે પુર (Flood) ઓસરતાં ઓઝત નદી (Ozat River) ના કિનારે તણાઈ ને આવેલ ઘરવખરી ઉપરાંત મૃતદેહ પરનાં દરદાગીના મુળ માલીકની ખરાઈ કરી આપવામાં આવ્યાં હતાં.
કેશોદના બામણાસા (Bamnaasa) ગામે આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ની ગૌશાળામાં રહેતી ગાયો આશ્રમમાં પાણી ફરી વળતાં ભાભરવા લાગી હતી. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ખીલેથી છોડાવવા કોણ જાય પરંતુ કોઈ ગેબી શક્તિ દ્વારા તમામ ગાયોની સાંકળ છુટી જતાં ગાયો સલામત રહી હતી અને આશ્રમમાં આવેલ સિધ્ધ મહાપુરુષ મકનદાસ બાપુનો આવેલ ધુણો પાણી ફરી વળવા છતાં પણ પ્રજ્વલિત રહ્યો હતો એ શ્રધ્ધા અને આસ્થા નું પ્રમાણ બની ગયું હતું.
Love Jihad: ફરમીનબાનુએ કહ્યું પતિ ઉત્કર્ષને છે જીવનું જોખમ, પોલીસ રક્ષણની કરી માંગ
બામણાસા ગામના વયોવૃદ્ધ, યુવાનો આડત્રીસ વર્ષ પહેલાં બનેલી હોનારતની ઘટનાને યાદ કરે છે તો હજુ આજે પણ એ દ્રશ્ય નજરે હોય એમ યાદ કરતાં કરતાં રોમેરોમમાં કરુણા વાણી સ્વરૂપે ટપેકે છે. સોરઠમાં ગત ૨૨મી ઓગસ્ટ ૧૯૮૩ માં થયેલી જળહોનારત માં એકસાથે ૫૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો એ ગોઝારા દિવસે સમગ્ર ગામમાં સ્વયંભૂ બંધ પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે