Home> Gujarat
Advertisement
Prev
Next

દિવાળી પહેલા સરકારે આપી ભેટ, આ કર્મચારીઓના પગારમાં કરવામાં આવ્યો વધારો

મધ્યાહન ભોજનમાં કરાર આધારિત નોકરી કરતાં સુપરવાઈઝરના પગારમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. દિવાળીના તહેવાર પહેલા સરકારે પગાર વધારાની જાહેરાત કરી છે. 
 

દિવાળી પહેલા સરકારે આપી ભેટ, આ કર્મચારીઓના પગારમાં કરવામાં આવ્યો વધારો

ગાંધીનગરઃ દિવાળીના તહેવાર પહેલા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મધ્યાહન ભોજનમાં 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. હવે મધ્યાહન ભોજન સુપરવાઈઝરને 15 હજારની જગ્યાએ દર મહિને 25 હજાર રૂપિયાનો પગાર મળશે. તહેવારો પહેલા સરકારે આ જાહેરાત કરી છે. 

fallbacks

હવે મળશે 25 હજાર પગાર
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા 11 માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર 15 હજારથી વધારી 25 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે. 

કરાર આધારિત ભરતી પણ કરાશે
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ પોષણ (મધ્યાહન ભોજન) એમ.ડી.એમ સુપરવાઈઝરની કુલ 310 જગ્યાઓ ભરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવામાં આવશે. નવી ભરતી થયેલા લોકોને પણ દર મહિને 25 હજારનું વેતન મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More