જ્યંતિ સોલંકી/વડોદરા: રાજ્ય સરકાર દ્વારા ઓટો રિક્ષાના ફિટનેસ માટે આરટીઓમાં જતાં પહેલાં રિક્ષા ચાલકોએ તેમના મીટરનું તોલમાપ વિભાગ પાસે ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓમાં રજૂ કરવું પડશે.
આ સર્ટિફિકેટની અને મીટરના નંબરની એન્ટ્રીની આરટીઓમાં ફરજિયાત ઓનલાઇન નોંધ કર્યા બાદ રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ આપી શકાશે. વડોદરામાં 13 તારીખે આ પરિપત્ર બાદ રિક્ષા ચાલકોએ ફિટનેસ કરાવવાનું બંધ કર્યું હોવાનું આરટીઓ દ્વારા જાણવા મળે હતું. માંડ એકાદ બે રિક્ષા ફિટનેસ માટે આવે છે. જે આ નિયમની માહિતી ધરાવતા હોતા નથી.
આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!
શહેરમાં અંદાજે 40 હજાર રિક્ષા છે, જેમાં બે ટાઈપના મીટર હોય છે, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. નવી રિક્ષા લીધા બાદ 2 વર્ષ પછી દર વર્ષે ફિટનેસ કરાવવું પડે છે. જે માટે ફિટનેસ કરાવતાં પહેલાં જ મીટર જમ્પ થતું નથી અને બરાબર આંકડા દર્શાવે છે તેની ખરાઈ કરવા રાજ્ય સરકારે મીટર ચેક કરાવી તેનું સર્ટિફિકેટ ફરજિયાત આરટીઓએ અપડેટ કરવા પરિપત્ર કર્યો છે.
આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?
ઇલેક્ટ્રિકલ મીટરમાં સરકારી સીલ આવતું હોય છે, તે ચેક કરી સર્ટિફિકેટ અપાય છે. ઇલેક્ટ્રિકલ મીટર કંપની દ્વારા સેટ થઈ શકે છે, અન્ય કોઈ સેટ કરી શકતું નથી. જ્યારે મિકેનિકલ મીટરમાં દાંતા હોય છે, જે ઘસાતા હોય છે અને આંકડા જમ્પ થઈ શકે છે.મિકેનિકલ મીટરને સર્ટિફાઈ કરવા વડોદરામાં કોઈ સંસ્થા પાસે સાધનો નથી. અમદાવાદમાં ચકાસણી અને સર્ટિફિકેટ આપી શકે તેવાં સાધનો છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તિમય માહોલ, ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો!
સરકારના આ નવા નિયમોને પગલે રિક્ષા યુનિયનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સરકાર પાસે વિવિધ માગ કરવામાં આવી છે. મીટરની ચકાસણી માટેની પ્રોપર સંસ્થાઓ ઊભી કરાય ત્યાં સુધી આ મીટર સાથે ફિટનેસ થાય તેવી પણ માગણી ઊઠી છે. પ્રકારના નિર્ણય લો ફેરફાર કરવામાં નહીં આવે તો ગાંધીજીએ માર્ગે વિરોધ પણ કરવામાં આવશે તેવી ઓટોરિક્ષા યુનિયન દ્વારા ચીમકી આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે