Home> Gujarat
Advertisement
Prev
Next

ભુખ લાગે તો કેમ આવે છે ગુસ્સો? ખુલી ગયું રહસ્ય

વ્યક્તિને જ્યારે ભુખ લાગે છે ત્યારે તેને ગુસ્સો આવવા લાગે છે

ભુખ લાગે તો કેમ આવે છે ગુસ્સો? ખુલી ગયું રહસ્ય

વોશિંગ્ટન : વ્યક્તિને જ્યારે ભુખ લાગે છે ત્યારે તેને ગુસ્સો આવવા લાગે છે. આવું કેમ થાય છે? આ વાતની ખબર પડી ગઈ છે વૈજ્ઞાનિકોને. અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલાઇનાના ડોક્ટરલ નિદ્યાર્થી જેનિફર મૈકોર્માકે માહિ્તી આપી છે કે ભુખની લાગણીની અસર માનવીના વર્તન પર ચોક્કસ પડે છે. 

fallbacks

વ્યક્તિ કેટલી ઇમાનદાર? જણાવી દે છે આંખની કરચલીઓ

આ સંશોધકે 400થી વધારે લોકો પર અધ્યયન કર્યું છે. આ રિસર્ચ પછી ખબર પડી છે કે ભુખની અસર માત્ર માહોલ પર આધારિત નથી. આ વાતનો સંબંધ લોકોની ભાવનાત્મક જાગૃતિ સાથે પણ છે. જે લોકો પોતાની ભુખ પ્રત્યે સજાગ હોય છે તેમને ભુખને કારણે ગુસ્સો નથી આવતો. ક્રોધ એક સામાન્ય અને સ્વસ્થ ભાવના છે. મોટાભાગના લોકોને ગુસ્સો આવતો હોય છે પણ એ જ્યારે નિયંત્રણની બહાર જતો રહે છે ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ગુસ્સાને કારણે વ્યક્તિ  હાર્ટએટેક, સ્ટ્રોક અને બ્લડપ્રેશરનો ભોગ બને છે. કેટલીક ખાસ ટિપ્સ છે જેનું પાલન કરીને પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરી શકે છે. 

ગુસ્સાને કંટ્રોલ કરવાની ટિપ્સ

  • કંઈ પણ બોલતા પહેલાં તમારા વિચારો પર ઘ્યાન આપો કારણ કે તમારી વાતથી બીજા કોઈને પણ ગુસ્સો આવી શકે છે
  • ગુસ્સો આવતો હોય તો સંકેતોને ઓળખો અને એના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરો
  • બહુ ગુસ્સો આવતો હોય તો 10 કે આગળની ગણતરી કરો. એનાથી ગુસ્સો શાંત કરવામાં ફાયદો થશે
  • ગુસ્સો આવે ધીમેથી શ્વાસ અંદર લો અને છોડો. આ એક્સરસાઇઝથી ફાયદો થશે
  • રોજ પૂરતી નિંદર લો. એનાથી ફાયદો થશે

હેલ્થને લગતા સમાચાર જાણવા કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More