Home> Gujarat
Advertisement
Prev
Next

ઓનલાઈન ખરીદી કરતા ચેતજો, 20 લાખ લોકોનો ડેટા હેક થઈ ચૂક્યો છે તમારો ડેટા ચોરાઈ ના જાય

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે છે

ઓનલાઈન ખરીદી કરતા ચેતજો, 20 લાખ લોકોનો ડેટા હેક થઈ ચૂક્યો છે તમારો ડેટા ચોરાઈ ના જાય

મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે છે. બને આરોપીઓ ઓનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. પોલીસ ગિરફતમાં ઉભેલા આ આરોપીઓ છે ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ અને નિલેશ બાબરીયા. બંને યુવકોની છેતરપીંડી કરતા પહેલા પબજી ગેમ રમતા દરમિયાન મુલાકાત થઈ હતી.

fallbacks

આમ તો બંને આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં માસ્ટર માઈન્ડ છે અને ટેલિગ્રામમાંથી તમામ લોકોના ડેટા મેળવી એકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરતા. પકડાયેલ બન્ને આરોપીઓ ફ્લિપકાર્ટ, મંત્રા, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બનેં આરોપીઓએ ટેલીગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝરના એકાઉન્ટ હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

fallbacks

આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇપી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ આ સિવાય OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇપી બ્લોક ના થાય તેનું ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા.

fallbacks

આ અંગે સાયબર ક્રાઈમ ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોનાં ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં અને છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના ડેટા હેક કરી તેઓના એકાઉન્ટ અને ટાર્ગેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ઓર્ડર કોઈ ઘરે કે ઓફિસની જગ્યા પર નહિ પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવવા હતા. અત્યારસુધીમાં બંને આરોપીઓએ 1 હજારથી વધુ લોકો સાથે ચિટિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે સાયબર ક્રાઈમેં આરોપીઓ પાસેથી 92 વસ્તુ કબજે કરી છે.

fallbacks

આરોપીઓની મોડેસ ઑપરેન્ડીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકાર્ડ લાવ્યા હતા. જે સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે. આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા. નોંધનીય છે કે આ ગેંગમાં અન્ય લોકો સામેલ હોય શકે છે. કારણ કે આ દેશ વ્યાપી કૌભાંડ છે જેથી અન્ય લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથો સાથ આરોપીઓ કોને કોને માલ વેચ્યો છે તેની પર પોલીસ તપાસ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More