પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પુનમનાં મેળાનો આજે ચોથો દિવસ છે. વહેલી સવારથી જ યાત્રીકોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. જેમ જેમ મેળાના દિવસો ઓછા થઇ રહ્યા છે. તેમ યાત્રીકોનો પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે. મેળાનાં ત્રણ દિવસમાં અંબાજી મંદિરમાં 9 લાખ ઉપરાંત શ્રદ્ધાળુંઓએમાં અંબાનાં દર્શન કર્યા છે.
જ્યારે ભક્તો દ્વારા દાન ભેટમાં આપેલી રકમ જોઇએ તો ત્રણ દિવસમાં માઇ ભક્તોએ દાનભેટમાં રૂપીયા 2 કરોડ જેટલી રકમ ભંડારામાં પધરાવી છે. આજે પણ અવીરત પણે માતાજીનાં રથ અને 52 ગજની ધજાઓ લઇ પદયાત્રીઓ મંદિર તરફ ધસી રહ્યા છે. ત્યારે ત્રણ દિવસમાં 1500 ઉપરાંત ધજાઓ મંદિરે ચઢાવવાંમાં આવી છે. હજી મેળાનાં ત્રણ દિવસ બાકી છે. ત્યારે સમગ્ર મેળામાં શ્રદ્ધાળુંઓનો આંકડો 25થી30 લાખ સુધી પહોંચે તેમ લાગી રહ્યુ છે.
મેળાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર સહિત મુખ્ય બજારોમાં કુમકુમ ગુલાલની છોળો ઉડી હતી. તો બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સમગ્ર અંબાજીના વાતાવરણમાં ગુંજતો સંભળાઈ રહ્યો છે. જેને કારણે અનોખો અને આકર્ષિત એવો ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.
અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ બક્તો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે, જે નિશુલ્ક છે. આ સાથે જ ભક્તો માટે ટેન્ટ સિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ભક્તોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે રીતે તંત્ર તથા મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે