અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસ હાલ ચર્ચામાં છે. પ્રશાંત કિશોર, નરેશ પટેલ, હાર્દિક પટેલ જેવા નેતાઓને કારણે કોંગ્રેસમાં સતત નવા અપડેટ આવી રહ્યાં છે. હાલ કોંગ્રેસના નેતાઓમાં નારાજગીનો દોર ડંકે કી ચોટ પર છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે હાર્દિક પટેલ અને નરેશ પટેલને લઈને મોટી વાત કહી છે.
હાર્દિક પટેલની નારાજગી અંગે ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે, હાર્દિક પટેલ અંગે મારે વ્યક્તિગત કહેવાનું રહેતું નથી. હાર્દિકભાઈ મુખ્યમંત્રી બને તો પણ મને આનંદ છે. કોંગ્રેસનો મુખ્યમંત્રી બને એ અમારી પ્રાથમિકતા છે. કોંગ્રેસના મુખ્યમંત્રી ભાજપ કરતા ગુજરાતની જનતાનું વધારે ભલુ કરશે તે લોકોને ખબર છે. હું કોંગ્રેસનો સૈનિક છુ, હાર્દિકની નારાજગી કોઈની પણ સામે હોઈ શકે. હું કોંગ્રેસમાં 32 વર્ષથી છું, સમાંતર સંગઠન ચલાવવાના આરોપ અંગે વધુ કઈ કહેવું નથી. અમે ઇતિહાસ બનાવનાર છીએ, ભવિષ્ય તમે જોશો.
આ પણ વાંચો : આગ ઓકતા ઈડર ગઢ પર એવી જગ્યા છે, જ્યાં હિમાલય જેવું શીતળ અને ગુણકારી જળ વહે છે
ગુજરાતની રાજનીતિ અંગે ભરતસિંહ સોલંકીએ ભવિષ્યવાણી કરી કે, આગામી ગણતરીના દિવસોમાં ઘણી રાજકીય ઉથલ-પાથલ થશે. લોકોના હિતનું વિચારનાર દરેકને કોંગ્રેસ આવકારશે. લોકોનું હિત વિચારનાર ભાજપમાંથી આવશે તો પણ આવકારીશું. સમય મુજબ રણનીતિ બને છે, પરીણામ ભલે અલગ આવે.
ભરતસિંહ સોલંકીએ પ્રશાંત કિશોર વિશે અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, પ્રશાંત કિશોર બાબતે ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. પણ જે પ્રમાણેનું શાસન દેશમાં ચાલી રહ્યું છે, એની સામે કોંગ્રેસ લડાઈ લડી રહી છે. પ્રશાંત કિશોરની પણ એ જ લાગણી હતી કે આવા પરિબળોને સત્તામાંથી દૂર કરવામાં આવે. લોકશાહી મજબૂત કરવાની વાત કોંગ્રેસની છે, જેથી ગુજરાતનું 2022 બાદ કલ્યાણ થાય. કોંગ્રેસના હિતમાં શુ કરી શકાય એ જ અમારી પ્રાથમિકતા છે. 5 વર્ષના સાશનની ઉજવણી કરવામાં આવી હતી અને અચાનક સત્તા ટકાવવા મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું.
આ પણ વાંચો : જિજ્ઞેશ મેવાણીને જામીન મળ્યા, આસામ કોર્ટે આસામ પોલીસને કર્યા ધરપકડને લઈને સવાલ
સમય અનુસાર વ્યક્તિઓનું મહત્વ ચોક્કસપણે રાજનીતિમાં હોય છે. તો નરેશ પટેલ અંગે ભરતસિંહ સોલંકીએ કહ્યુ કે, મેં એમનો વિરોધ કર્યો હતો. પરંતુ નરેશ પટેલને સૌથી પહેલા મળવા હું ગયો હતો. પણ સૌથી પહેલો એમને મળવા જનાર હું હતો. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો પાર્ટીને ફાયદો થશે. સમય મુજબ ચૂંટણીની વ્યૂહરચના બદલાતી હોય છે. આજના યુગમાં ચૂંટણી જીતવાની એક જ પ્રાથમિકતા છે.
આ પણ વાંચો :
અમદાવાદમાં જલ્દી જ મેટ્રો ટ્રેન દોડશે, કાંકરિયાની ટનલમાંથી દોડાવીને ટેસ્ટીંગ કરાયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે