Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની ગાદી 25 વર્ષથી બીજા સંભાળે છે હવે બહુમતિ સમાજને સત્તાનું સુકાન સોપો: ભરતસિંહ સોલંકી

પાટણ ખાતે સામાજિક સમારોહમાં હાજરી આપવા આવેલાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભરતસિંહે જાતિનો કાર્ડ ખેલીને રાજકીય માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતની ગાદી 25 વર્ષથી બીજા સંભાળે છે હવે બહુમતિ સમાજને સત્તાનું સુકાન સોપો: ભરતસિંહ સોલંકી

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણના નોરતા ગામે સંત દોલતરામ બાપુ નો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં  આવેલ નિવેદન થી રાજકારણ માં ગરમાવો આવી જવા પામ્યો છે તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષ થી ગુજરાત ની ગાદી બીજા લોકો સંભાળી રહ્યા છે તેમણે હવે બહુ રાજ કર્યું હવે અમને રાજ કરવા દો. બહુમતી સમાજ ને સત્તા આપો તો કલ્યાણ થશે જો અમારા હાથ માં રાજ આવ્યું તો ગુજરાત નું કલ્યાણ કરીશું વધુ માં તેમને જણાવ્યું હતું કે અહીંયા થી જ આપણે સમય નું પરિવર્તન કરવું છે અને 2022 ની ચૂંટણી નું પરિવર્તન અહીંથી જ કરવું છે.

fallbacks

ભાજપ પર પ્રહાર કરતા ભરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે બીજા લોકો ગાદી સંભાળી રહ્યા છે તેમાં કોનો વિકાસ થયો ?  કોણ આગળ વધ્યું .કોને લાભ થયો ? તમે તો કર્યું પણ તમારા લોકો નું જ કર્યું વિકાસ માત્ર સાધન સંપન્ન લોકો નો જ થયો બીજા નાના વર્ગ ના લોકો સામે જોયું નથી માધવ સિંહ અને અમર સિંહ સમયે જે રાજ ચાલતું હતું  અને અત્યારે કેવું રાજ છે તેની સરખામણી અપડે કરવાની છે  વર્તમાન સરકાર માં ગણ્યા ગાંઠ્યા મૂડી પતિઓ અને ઉદ્યોગ પતિઓ નો વિકાસ થયો છે આથી ધર્મશક્તિ અને રાજ શક્તિ સમન્વય થી ગુજરાત ના કલ્યાણ માટે ક્ષત્રિય ઠાકોર સમાજ ને આગળ આવવા હાકલ કરી છે.

વધુ માં ભરત સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશો પણ દેશ માં હવે ક્રાંતિ ની જરૂર છે તેમ કહી રહ્યા છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ સહિત મોટા સમાજોએ સંગઠિત થઈ દેશ ના બની બેઠેલા આ નવા અંગ્રેજો ને હાંકી કાઢવા નિર્ણય લેવા આહવાન કર્યું હતું  ત્યારે આ પ્રકાર ના નિવેદન ને લઈ પાટણ જિલ્લા ના રાજકારણ માં હડકમ મચી જવા પામી છે ત્યારે આગામી વર્ષ 2022 ની ચૂંટણી માં ઠાકોર સમાજ એક થઈ કયા પક્ષ નું પલ્લું ભારે કરે છે તે તો જોવાનું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More