Bharuch News ભરત ચુડાસમા/ભરૂચ : ભરૂચ જિલ્લામાં આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે બહેનોમાં ભયના માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આજે 35 થી વધુ મહિલાઓએ ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે.ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ 1500 બહેનો કાર્યરત છે. આ મહિલાઓ પૈકી ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ અને વાલીયા તાલુકાની આંગણવાડી બહેનો પર મોટી મુસીબત આવી. સરકાર દ્વારા આપવામાં સીમ કાર્ડના પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વીડિયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે. જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનો ન્યૂડ કોલ કરવામાં આવી રહ્યો છે.
આ બનાવથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી છે. માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે, બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વીડિયો કોલ કરી પ્રાઇવેટ પાર્ટ બતાવી રહ્યો હોવાથી બહેનોમાં ભયનો માહોલ છવાયો છે. આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું છે.
પરેશ ગોસ્વામીની ખુશ કરી દેતી આગાહી : અરબ સાગરમાં નવો કરંટ આવ્યો, પલટાઈ ગયું હવામાન
771754***** પરથી કોઈ પણ વીડિયો કોલ આવે તો ન ઉપાડવો
આ અંગે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠનના જિલ્લા પ્રમુખને રાગિણી પરમાર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી. જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 771754***** પરથી કોઈ પણ વીડિયો કોલ આવે તો નહી ઉપાડવા માટે પણ અપીલ કરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા આઇસીડીએસના ફોન ચાલતા નહી હોય મારી બહેનો તેમના ફોનમાં તેના સીમ નાખ્યાં છે. પરતું આવી ઘટના કારણે તેઓ ડરી ગઈ છે. કદાચ તેમના કોઈ સબંધીનો કૉલ આવે તો પણ ડર લાગે છે. તેમણે સ્થાનિક પોલીસમાં પણ જાણ કરી હતી. જોકે આ સાયબર ક્રાઈમને લગતી મેટર હોય તેઓ ત્યાં પણ ફરિયાદ નોંધવાના છે. આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને અમારી બહેનોને સોંપી દેવો જોઈએ તેનો ઈલાજ કરવો જોઈએ.
મારા પતિએ વીડિયો કોલ જોઈ લેતા અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી
આ અંગે આંગણવાડીની એક બહેન સાથે અમે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તેમના મોબાઈલ પર રાત્રિના 1:35 વાગ્યાના ગાળામાં વીડિયો કોલ આવ્યો હતો. જેથી મને લાગ્યું કે કોઈ ઇમરજન્સી કોલ હશે એટલે તેમણે તેને ઉઠાવી લીધો તે જોતાં જ તેઓ ચોકી ઉઠ્યા હતા. આ સમયે મારા પતિ પણ જાગી તેમણે તે કોલ જોયો હતો. ત્યાર બાદ સવારે તેમના પતિ સાથે તેમને બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ તેમણે પતિને સમજાવ્યા હતા કે,આ આઇસીડીએસના નંબર છે એટલે ફ્રોડ કોલ હશે. ત્યાર બાદ મને અમારા ગ્રુપ દ્વારા જાણ થઈ કે અન્ય બહેનો પર પણ આવા ન્યૂડ વિડીયો કોલ આવ્યા હતા. જેથી અમારી માગ છે કે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
જિલ્લામાં આંગણવાડી બહેનોને ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિ!
ભરૂચ જિલ્લામાં 35 થી વધુ આંગણવાડી બહેનોને અજાણ્યા નંબર પરથી બપોરે અને રાત્રે અભદ્ર ન્યૂડ વીડિયો કોલ આવી રહ્યાં છે. જેથી કેટલીક બહેનોના ઘરમાં મહિલાઓને મળતાં કલેશના બનાવ બની રહ્યાં છે. તેથી આંગણવાડી સંગઠનનાં પ્રમુખ રાગિણી પરમાર દ્વારા બહેનોને સાવચેતી માટે આહવાન કર્યું છે. આ સાથે જ આજે 35 થી વધુ મહિલાઓએ ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોપેડ ટોઈંગ થતા રડી પડી યુવતી, ટ્રાફિક કર્મીને આજીજી કરીને ક્રેઈન રોકાવી, Video Viral
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે