ઝી બ્યુરો/ભરૂચ: શહેર શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષમાં ગોલ્ડન ફેમીલી સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપરની પ્રવૃતી ચલાવનાર સંચાલક તથા માલિકની વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખતરનાક આગાહી! ગુજરાતના માથે ખતરનાક સિસ્ટમ સક્રિય! વાવાઝોડા સાથે આ જગ્યાએ પડશે વરસાદ
ભરૂચ શહેર એ ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના સ્ટાફ નાઓ દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ ખાતે ગોલ્ડન ફેમીલી સ્પાની આડમાં કુટણખાનું ચાલતુ હોય "તે જગ્યાની તપાસ કરવા ડમી ગ્રાહક મોકલતા સ્પા અને મસાજ કરવાના બહાને રાખેલી યુવતી પાસે અનૈતિક દેહવ્યાપાર કરાવી હાલમાં કુટણખાનું ચાલતુ હોવાની માહીતી મળી હતી.
મહાકુંભ જનારા માટે આવ્યા મોટા ખુશખબર: ગુજરાતના આ શહેરમાંથી શરૂ કરાઈ સ્પેશિયલ ટ્રેન
જે આધારે શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષ ખાતે દુકાન નં.110 માં સ્પાની આડમાં કુટણખાનુ ચલાવનાર સંચાલક તથા માલિક દેવેન્દ્ર ભીખાભાઇ વાળંદ અને વિપુલ ઉર્ફે ગબ્બરને વોન્ટેડ જાહેર કરીને તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ વિસ્તારમાં હતો ખૌફ! માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા...
જ્યારે પોલીસે સ્થળ પરથી વાસુદેવ વક્તારામ ધનાજી દવેને પકડી તેના વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સ એકટ 1956 ની કલમ 3,4,5,7 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે