Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપના સાંસદ મનસુખ વસાવા થયા લાલઘુમ, નવા બનેલા પ્રમુખ પર ઉતાર્યો ગુસ્સો

Bharuch BJP Politics : ભરૂચ ભાજપમાં આંતરીક બબાલ... નવા નિમાયેલા પ્રમુખે ઝઘડિયા અને વાલિયામાં હોદ્દેદારોની નિમણુંક કરતા સાંસદ મનસુખ વસાવા થયા ગુસ્સે.. લખ્યું, ભાજપના આગેવાનોની જગ્યાએ અન્ય પક્ષથી આવેલા લોકો પર વિશ્વાસ.. 
 

ભાજપના સાંસદ મનસુખ વસાવા થયા લાલઘુમ, નવા બનેલા પ્રમુખ પર ઉતાર્યો ગુસ્સો

Bharuch News : ભરૂચ ભાજપમાં ફરી ભડકાની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે..કારણ કે  સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત બાદ વિવાદ છે.

fallbacks

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને હોદ્દો અપાયાનો, હોદ્દેદારોની વરણીમાં વિશ્વાસમાં ન લેવાયાનો સાંસદ મનસુખ વસાવાએ બળાપો કાઢ્યો છે. હોદ્દેદારોની નિમણૂંકમાં સામાજિક સમીકરણો અને કાર્યકરોએ કરેલા કામને ધ્યાનમાં ન લેવાયાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રકારે નિમણૂંકથી કાર્યકર્તાઓમાં આક્રોશ હોવાનો સાંસદનો દાવો છે. આ વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું ચોંકવાનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મે એક થઈને નિરાકરણ લાવવાનું કહ્યું પરંતુ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી..આ રીતે ભાજપનો આંતરિક વિખવાદ ફરીથી સામે આવતા સવાલ ઉઠ્યા છે.

ખેડૂતનું આક્રંદ સાંભળી હૈયુ કપકપી ઉઠશે, ‘દેવું લઈને ખેતરમાં રોકાણ કર્યું, પણ કુદરતે કુદરતે અમારી સાથે ન્યાય ન કર્યો’

ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં બધુ સમુસુતરુ નથી. ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાંની સાથે સાંસદે પિત્તત્ત ગુમાવ્યો છે. સોશિયલ મિડીયા પર નવા પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો થયો છે. 

ઝઘડિયા અને વાલિયામાં મહામંત્રીની નિમણુંક કરી, આપ અને કોંગ્રેસમાંથી આવેલ લોકોને હોદ્દા આપી દેતા ભાજપના કાર્યકર્તા અને સાંસદ નારાજ થયા છે .બીજી બાજુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું કહેવું છે કે, ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે. અમે સાથે મળીને પાર્ટીનો વિકાસ કરીશું. બંને તાલુકાનાં સંગઠનમાં નવા નિમણૂક પામેલા આગેવાનોએ મારી મુલાકાત પણ લીધી છે અને અને વિગતવાર ચર્ચા પણ કરી છે. જોકે આ બાબતે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કીધું કે આખરે એક થઇ આનું નિરાકરણ લાવીએ.

પરંતુ આ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી. ભરૂચમાં ભાજપના જ નેતાઓ એકબીજા પર વિશ્વાસ ન મુકતા હોઈ એમ લાગી રહ્યું છે. જેને લઈ ભાજપમાં જ વિખવાદ જોવા મળી રહ્યો છે. આવો શુ કહ્યું સાંસદ મનસુખ વસાવા એ અને જિલ્લા ભાજપ પ્રમુખે જોઈએ.

 

ખેડૂતની કરુણ કથા : મન થાય છે આ કેરીની વાડીમાં જ આત્મહત્યા કરી લઉં, પણ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More