Home> Gujarat
Advertisement
Prev
Next

લોકો BJP તરફ વળ્યા છે, આ વખતે તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતમાં ભાજપનું રાજ પ્રસ્થાપિત થશે : મારુતિસિંહ અટોદરિયા

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બીટીપી અને કોંગ્રેસનું શાસન રહ્યું છે, ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે છોટુભાઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ જેટલી છેવાડાના વિસ્તાર સુધી પહોંચવી જોઈએ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચવી જોઈએ.

લોકો BJP તરફ વળ્યા છે, આ વખતે તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતમાં ભાજપનું રાજ પ્રસ્થાપિત થશે : મારુતિસિંહ અટોદરિયા

ભરત ચુડાસમા, ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો ઉપર જીતના નિશ્ચય સાથે ચૂંટણીપ્રચાર ની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આવેલ ઉમલ્લા ખાતે દુમલ્લા વાઘપુરા જિલ્લા પંચાયતની બેઠક તેમજ તાલુકા પંચાયતની બથકો માટે સાંસદ મનસુખભાઇ વસાવા અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિ અટોદરિયાએ પ્રચારસભા સંબોધી હતી. 

fallbacks

સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ઝઘડિયા તાલુકાનાં વિકાસના મુદ્દાને લઇને પ્રચારમાં આગળ વધી રહી છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બીટીપી અને કોંગ્રેસનું શાસન રહ્યું છે, ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે છોટુભાઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની ગ્રાન્ટ જેટલી છેવાડાના વિસ્તાર સુધી પહોંચવી જોઈએ જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચવી જોઈએ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં શાસન તેઓનું હોવાના કારણે રાજ્ય સરકારની ગ્રાન્ટ પહોંચી શકી નથી અને અનેક લોકો વિકાસથી વંચિત રહી ગયા છે. આ કાર્યક્રમ થકી અમે આ લોકોને જાગૃત કરવા આવ્યા છે. 

ગુજરાતની 6 મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, જાણો A to Z વિગતવાર પરિણામ

રાજ્ય સરકાર અને ભારત સરકારની જે વિવિધ પ્રકારની યોજનાઓ છે, ગ્રાન્ટો છે, આદિવાસી વિસ્તારના વિકાસ માટે નાણાં તાલુકામાં આવે છે, એ યોગ્ય રીતે વાપરવા હોઈ તો, અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની હોવી જોઈએ. રાજ્યમાં ભાજપની સરકાર પણ જેની હોય જેથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારમાં પણ નાના-મોટા વિકાસના જે પ્રશ્નો છે જે વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલવા અમે સક્ષમ છે. જે ઉમલ્લા અને પાણેથાના રસ્તાનું કામ અટવાયું છે તે પણ આ ચૂંટણી બાદ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે.

જીતેલા કોર્પોરેટરોને પાટીલે સાનમાં કરી ટકોર, 'માપમાં રહેજો, પાર્ટીની તાકાત પર જીત્યા છો'
 
આ પ્રસંગે જિલ્લા સાંસદ મનસુખભાઇ વસાવા, માજી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, અતુલભાઈ પટેલ, નરેન્દ્ર વસાવા, પ્રકાશભાઈ દેસાઈ, ભુપેન્દ્રસિંહ રાઠોડ, દિનેશ વસાવા, મહેંદ્રસિંહ વાંસદીયા, રશ્મિભાઈ પંડયા, પરિમલભાઈ પટેલ, નિશાંતભાઈ મોદી, ભાવનાબેન પંચાલ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિકોએ હાજરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More