Home> Gujarat
Advertisement
Prev
Next

Scratch and Win ના નામે ઓનલાઇન ઠગાઈ કરનાર ટોળકીનો ભરૂચ પોલીસ દ્વારા પર્દાફાશ

“Scratch and Win” ની લોભામણી ફેક લિંકથી ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના સૂત્રધાર સહિત 5 ઇસમોની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

Scratch and Win ના નામે ઓનલાઇન ઠગાઈ કરનાર ટોળકીનો ભરૂચ પોલીસ દ્વારા પર્દાફાશ

ભરત ચુડાસમા/ભરૂચ: “Scratch and Win” ની લોભામણી ફેક લિંકથી ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીના સૂત્રધાર સહિત 5 ઇસમોની ભરૂચ સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુના વધી રહ્યા છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્ક્રેચ એન્ડ વીન નામની લોભામણી ફેક લિંક બનાવી ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત 5 સાગરીતોને રાજકોટ તેમજ સુરતથી ઝડપી પાડયા છે. ટોળકી પાસેથી રોકડા 9.60 લાખ, 10 મોબાઈલ, 48 સીમકાર્ડ, પૈસા ગણવાનું મશીન, એક કાર અને લેપટોપ કબજે કરાયા છે.

fallbacks

ભાવનગર હોસ્પિટલમાં દર્દીઓનાં ભોજનની સ્ટાફ કરે છે ચોરી, આ વીડિયો જોઇ હસવું કે ગુસ્સો કરવો નક્કી નહી કરી શકો...

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા રામકુમાર શર્માની બહેનના મોબાઈલમાં ફોન પે એપ્લિકેશમાં નાણાં જીત્યા હોવાના નામે લિંક મોકલી ઠગાઈ કરી હતી. જે અંગે ફરિયાદ પી.એમ. પોર્ટલ પર કરાઈ હતી. ભરૂચ સી ડિવિઝન ટીમ અને સાયબર સેલ અને સર્વેલન્સની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં રાજકોટનો મુખ્ય સૂત્રધાર મિલન સંજય સુરાણી (રહે. શક્તિ સોસાયટી) સહિત 5 આરોપીને પકડી પાડ્યા હતાં.

Gujarat Corona Update: નવા 1335 દર્દી, 1212 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત નિપજ્યાં

મિલન પાસેથી રોકડા 9 લાખ, પૈસા ગણવાનું મશીન, લેપટોપ, 10 મોબાઈલ ફોન, 48 સીમકાર્ડ જ્યારે વિવેક મનસુખ વરસાની (રહે. ગાયત્રી સોસાયટી રાજકોટ) પાસેથી રોકડા 60000 અને ગુનામાં વપરાયેલ એક સ્વીફ્ટ કાર કબજે કરાઈ હતી. અન્ય 3 આરોપીની અગાઉ સુરત કામરેજથી ઓનલાઈન ઠગાઈના આ નેટવર્કમાં ધરપકડ કરાઈ હતી. જેમાં પ્રતિક જયસુખ ઘદૂક રહે. કામરેજ, પિયુષ અશોક વજેરા રહે સુરત અને રવિ વલ્લભ પટોડીયાનો સમાવેશ થાય છે. ઓનલાઈન ફ્રોડના આ નેટવર્કમાં આ ટોળકીમાં બીજા સાગરીતો પણ સામિલ હોવાની અને રાજ્યમાં અન્ય શહેરોના લોકોને પણ ફ્રોડ લિંક મોકલી ઓનલાઈન ઠગાઈ આચરાઈ હોવાની આશંકા એ સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More