Home> Gujarat
Advertisement
Prev
Next

Bharuch: વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક , કોંગી કાર્યકરોની અટકાયત

કોંગી કાર્યકરો સાયકલ યાત્રા સ્ટેશનથી પાંચબતી થઈ કલેકટર ઓફિસના પટાંગણમાં પહોંચી કલેકટર ઓફિસમાં  સાઇકલો પ્રવેશવાના પ્રયાસ કરતા કોંગી કાર્યકરો (Congress Worker) ની પોલીસે અટકાવી અટકાયત કરી હતી.

Bharuch: વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક , કોંગી કાર્યકરોની અટકાયત

ભરત ચુડાસમા, ભરૂચ: સમગ્ર ગુજરાત (Gujarat) માં કોરોનાની (Coronavirus) મહામારી વચ્ચે પણ વધતી જતી મોંઘવારી (Inflation) મુદ્દે ભરૂચ (Bharuch) જિલ્લા કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા સ્ટેશનથી પાંચ બત્તી સર્કલ સુધી સાયકલ યાત્રા (Cycle Yatra) કાઢી વિરોધ પ્રદર્શન કર્યું. હતો .જેમાં કાર્યકરોએ મોદી સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી મોંઘવારી દૂર કરવાની માંગ ઉઠાવી હતી.

fallbacks

GUJCET ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર

સમગ્ર વિશ્વમાં કોરોના જેવી ભયંકર મહામારીએ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે અને તેમાંય ખાસ કરીને વધતી જતી મોંઘવારીના કારણે લોકોની હાલત દયનીય બની રહી છે. જેમાં કોંગ્રેસ સમિતિની હોદ્દેદારો અને કાર્યકરો એ સાયકલ પર ફરી સૂત્રોચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર દ્વારા મોંઘવારી (Inflation)  ઘટાડવાની માંગ કરી હતી. જોકે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ (Police) બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

Photos: 700 કરોડથી વધુના ખર્ચે બનેલા રેલવે સ્ટેશન અને 5 સ્ટાર હોટલની તસવીરી ઝલક

ઉલ્લેખનીય છે કે કોંગી કાર્યકરો સાયકલ યાત્રા સ્ટેશનથી પાંચબતી થઈ કલેકટર ઓફિસના પટાંગણમાં પહોંચી કલેકટર ઓફિસમાં  સાઇકલો પ્રવેશવાના પ્રયાસ કરતા કોંગી કાર્યકરો (Congress Worker) ની પોલીસે અટકાવી અટકાયત કરી હતી.

આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ પરીમલ સિંહ રણા,શહેર પ્રમુખ વિકી શોખી,યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,સમસાદ અલી સેયદ,સદીપ માગરોલા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More