Home> Gujarat
Advertisement
Prev
Next

આદિલે આર્ય બનીને હિન્દુ યુવતીને ફસાવી, ભાંડો ફૂટતા જ યુવતીએ તેના ઘરે જ હંગામો કર્યો

Love Jihad Case : ઈન્સ્ટાગ્રામ પર હિન્દુ નામ રાખીને પ્રેમમાં ફસાવી, પરિણીત હોવાની જાણ થતાં જ યુવતીએ ઘરે જઈને ધોઈ માર્યો... ભરૂચમાં લવ-જેહાદનો ચોંકાવનારો કેસ
 

આદિલે આર્ય બનીને હિન્દુ યુવતીને ફસાવી, ભાંડો ફૂટતા જ યુવતીએ તેના ઘરે જ હંગામો કર્યો

Bharuch News : ભરૂચથી લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને હિન્દુ યુવતીઓને છેતરતા મુસ્લિમ યુવકનો ખેલ ખુલ્લો પડ્યો છે. ભરૂચમાં એક મુસ્લિમ યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું ફેક આઈડી બનાવીને હિન્દુ નામ રાખ્યુ હતું. સાથે જ તેણે પોતે પરણીત હોવાની માહિતી પણ છુપાવી હતી. ખરી હકીકત સામે આવતા જ હિન્દુ યુવતીએ યુવકના ઘરે જઈને હોબાળો કર્યો હતો. આ મામલે ભરૂચ પોલીસને જાણ થતા જ લવ જેહાદનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 

fallbacks

બન્યુ એમ હતું કે, ભરૂચ જિલ્લાના એક ગામની યુવતી ભરૂચમાં નોકરી અર્થે આવતી હતી. એક દિવસ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આર્ય પટેલ નામના એક યુવકે તેને મેસેજ મોકલ્યો હતો. જેના બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ વાતચીત મિત્રતા પર પહોંચી હતી, અને યુવતી અને આર્ય પટેલ વચ્ચે પ્રેમ સંબંધો પાંગર્યા હતા. પરંતું થોડા સમય બાદ જ યુવકનો ભાંડો ફૂટ્યો હતો. યુવતીને માલૂમ પડ્યુ કે યુવકનું નામ આર્ય પટેલ નહિ પરંતુ આદિલ પટેલ છે અને તે પરિણીત છે. સાથે જ તે મુસ્લિમ હતો. આ વાત જાણતા જ યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. 

ગુજરાતના આ રેલવે સ્ટેશન પર હવે થાકેલા મુસાફરો બોડી મસાજ પણ કરાવી શકશે

ખરી હકીકત સામે આવતા જ યુવતીએ યુવકની માહિતી મેળવી હતી અને ચાવજ ગામે રહેતા યુવકના ઘરે પહોંચી હતી. યુવતીએ યુવકના ઘરે જઈને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. 

તો બીજી તરફ, યુવકે યુવતી સામે પોતાની ભૂલ સ્વીકારી હતી. તો સ્થાનિક હિન્દુ સંગઠનો તથા મહિલા સંગઠનો પણ યુવતીની મદદે આવ્યા હતા. તેઓએ યુવતીને મદદ કરવાની ખાતરી આપી હતી. 

અમદાવાદમાં નવા બ્રિજથી આ વિસ્તારના લોકોને થશે મોટી રાહત : 6 થી 8 કિમીનુ અંતર ઘટી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More