Home> Gujarat
Advertisement
Prev
Next

સલામ છે ભરૂચના આ લોહીને...! વરસાદમાં જીવની પરવાહ કર્યા વગર બે ટાબરિયાઓએ જે કર્યું તેનાથી વાહવાહી થઈ

Bharuch Video Viral : ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, છતાં બાળકો જીવના જોખમે અંડરપાસમાં વાહનોના કાફલા વચ્ચે જતા અને રોડ પર પડેલી નંબર પ્લેટ ઉંચકીને લઈ આવતા. ત્યારે લોકોએ બાળકોને આ વિશે પૂછ્યુ તો જે જવાબો મળ્યા તે સાંભળીને તમે પણ ગળગળા થઈ જશો

સલામ છે ભરૂચના આ લોહીને...! વરસાદમાં જીવની પરવાહ કર્યા વગર બે ટાબરિયાઓએ જે કર્યું તેનાથી વાહવાહી થઈ

ભરૂચ :પૂરના પાણી જ્યારે ફરી વળે ત્યારે અનેક લોકો મદદે નીકળતા હોય છે. કોઈ બચાવવા માટે, તો કોઈ ફૂડ પેકેટ્સ આપવા, કોઈ આશ્રય આપવા અનેક લોકો પહોંચી જાય છે. પરંતુ આવામાં ભરૂચના ટાબરિયાઓની મદદ ચર્ચામાં આવી છે. ભરૂચના એક અંડરપાસ પાસે એક બાળક એવુ કામ કરી રહ્યો હતો કે ચારેતરફ તેની વાહવાહી થઈ ગઈ. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. 

fallbacks

દક્ષિણ ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત નથી. ભરૂચમાં કલેક્ટર કચેરી પાસેના અંડરપાસમાં વરસતા વરસાદ વચ્ચે લાઈનબંધ ગોઠવેલી વાહનોની નંબર પ્લેટ જોવા મળી. લાઈનબંધ નંબર પ્લેટ ગોઠવેલી જોઈને ત્યાંથી પસાર થનારા સૌ કોઈને આશ્ચર્ય થયુ હતું. અનેકોના મનમાં સવાલો ઉઠ્યા. ત્યાંથી પસાર થતા દરેક લોકોએ જોયું કે, બાળકો પાણીમાં પડેલી નંબર પ્લેટ ઉંચકીને અંડરપાસની એક બાજુ લાઈનમાં ગોઠવતા હતા. 

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, છતાં બાળકો જીવના જોખમે અંડરપાસમાં વાહનોના કાફલા વચ્ચે જતા અને રોડ પર પડેલી નંબર પ્લેટ ઉંચકીને લઈ આવતા. ત્યારે લોકોએ બાળકોને આ વિશે પૂછ્યુ તો જે જવાબો મળ્યા તે સાંભળીને તમે પણ ગળગળા થઈ જશો. ટાબરિયાઓએ પાણીમાંથી એક પછી એક 50 થી વધુ નંબર પ્લેટ શોધી કાઢી તેની ફૂટપાથ ઉપર કતાર બનાવી હતી.

fallbacks

જે બે ટાબરિયા નંબર પ્લેટ ઉંચકવાનું કામ કરતા તેઓએ કહ્યુ કે, વરસાદના પાણીમાં અનેક નંબર પ્લેટ તૂટીને પડી હતી. આ નંબર પ્લેટ જો તૂટીને રસ્તા પર ફેલાય કે ગટરમાં ફસાઈ જાય તો અન્ય વાહનોના ટાયર પણ નુકસાન જાય. તો બીજી તરફ, વાહન ચાલકોને પણ તેમની ખોવાયેલી નંબર પ્લેટ ફરી મળી જાય. 

fallbacks

ટાબરિયાઓનો આ જવાબ સાંભળીને તમારુ દિલ પણ મલકાઈ ઉઠશે. એક તરફ એવા વાહનચાલકો છે જે લોકોને પોતાના ટાયર તળે કચડીને ભાગી જાય છે, માનવતા પણ નથી દાખવતા, ત્યારે આ ટાબરિયાઓ તો કોઈ પણ નિસ્વાર્થ ભાવે કરે છે. સલામ છે ભરૂચના આ લોહીને...! 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More