Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર: જેસરના કાત્રોડી ગામે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા

ભાવનગરના જેસર તાલુકાના કાત્રોડી ગામે યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી. માતા અને પુત્ર ઘરમાં સુઈ રહ્યા હતા. ત્યારે મોડીરાત્રીના અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના બનાવના પગલે માતાએ રાત્રીના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જ્યારે નાનકડા એવા કાત્રોડી ગામમાં હત્યા થતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

ભાવનગર: જેસરના કાત્રોડી ગામે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા

ભાવનગર: ભાવનગરના જેસર તાલુકાના કાત્રોડી ગામે યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી. માતા અને પુત્ર ઘરમાં સુઈ રહ્યા હતા. ત્યારે મોડીરાત્રીના અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના બનાવના પગલે માતાએ રાત્રીના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જ્યારે નાનકડા એવા કાત્રોડી ગામમાં હત્યા થતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

fallbacks

આ પણ વાંચો:- રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રકે સર્જ્યો અકસ્માત, અમદાવાદના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરનું મોત

ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલા નાનકડા એવા કાત્રોડી ગામમાં મોડીરાત્રે હત્યાનો બનાવ બનતા સન્નાટો છવાઈ ગયો હતો. કાત્રોડી ગામે પિતા ભીખાભાઇના અવસાન બાદ ભીમો નાગર અને તેની સાવકી માતા હિરુબેન બંને ગામમાં કાત્રોડી ગામમાં સાથે રહેતા હતા. સાવકી માતા અને પુત્ર ભીમો ગતરાત્રીના ઘરના દરવાજાને અંદરથી બંધ કરી સુઈ ગયા હતા. તે દરમ્યાન મોડીરાત્રે ભીમા નાગરની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવી દીધી હતી.

આ પણ વાંચો:- અમદાવાદ: શહેરમાં વધુ 7 માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન કરાયા જાહેર

પુત્રને પોતાની નજર સમક્ષ મરતો જોઈ સાવકી માતા હિરૂબેન હેબતાઈ ગયા હતા. બાદમાં બુમાબુમ કરતા પાડોશીઓ એકઠા થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ પણ તાબડતોબ સ્થળ પર ધસી જઈ સમગ્ર હત્યા મામલે તપાસ શરૂ કરી હતી. સાવકી માતા દ્વારા બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ પોતાના પુત્રની હત્યા કર્યાની પોલીસને જાણ કરતા પોલીસે હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો:- અમદાવાદની બિયાંકાએ નાની ઉંમરમાં ઓરેકલ, જાવા એસઇ-6 પરીક્ષા પાસ કરી, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

જેસર તાલુકામાં આવેલા કાત્રોડી ગામે હત્યાના બનાવે સમગ્ર ગામમાં ચકચાર મચાવી દીધી હતી. જ્યારે પોલીસે એકબાદ એક કડીઓ ઝોડવાનું ચાલુ કરતા મહત્વની બાબત પ્રકાશમાં આવી ભીમો અને તેની સાવકી માતા બંને ઘરને અંદર થી બંધ કરી સુતા હતા. ત્યારે હત્યારાઓ અંદર કઈ રીતે ઘુસ્યા? હાલ તો પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More