Home> Gujarat
Advertisement
Prev
Next

Bhavnagar ના ભાદેવાની શેરીમાં મોટી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી, મહિલાનું મોત, ત્રણ ગંભીર

ભાવનગર શહેરમાં પીરછલ્લાના ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar ના ભાદેવાની શેરીમાં મોટી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી, મહિલાનું મોત, ત્રણ ગંભીર

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગરમાં આજે વહેલી સવારે જર્જરિત ઈમારત ધારાશાયી થવાની દુર્ઘટના બની છે. જેમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચી છે અને એક વ્યક્તિની હાલત ગંભીર છે. ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે બનેલી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

fallbacks

ભાવનગર શહેરમાં પીરછલ્લાના ભાદેવાની શેરીમાં આજે વહેલી સવારે એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ ફાયર બીગ્રડને થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક પહોંચી કાટમાળ હટાવી દટાયેલા વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 વ્યક્તિઓ દટાયા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

fallbacks

ફાયરબ્રિગેડના કાફલાએ એક કલાકની જહેમત બાદ 4માંથી ત્રણને બચાવ્યા હતા. જેનું નામ રિદ્ધિબેન મિતભાઈ(માધવ) રાજપુર (.ઉ.મ.20) છે. જ્યારે ત્રણ ઇજા ગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં દીપકભાઈ હિમતભાઈ રાજપુરા આશેર ઉ.મ.52 તથા તેના પત્ની નયનાબેન હિમતભાઈ આ.ઉ.મ.50 તથા મિતભાઈ( માધવભાઈ) રાજપુરા આ.ઉ.મ.25 તમામ ને 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More