Home> Gujarat
Advertisement
Prev
Next

BHAVNAGAR પાલિકાએ પોતે તો કંઇ ન કર્યું પરંતુ દાનમાં આવેલી વસ્તુ પણ ન સાચવી શકી, વસ્તુ અને આબરૂ બધુ ભંગાર

શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે 2018 માં ભાવનગર શહેરના 13 વોર્ડ માટે 13 ઈ-રિક્ષાઓ દાતાઓના આર્થિક સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના અધિકારી, પોલીસ અને ડ્રાઈવર સહિત ની ટીમ શહેરના અલગ અલગ વોર્ડ ખાતે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરતી અને શહેરમાં ગંદકી, દબાણ અને કાયદો તોડનાર વ્યક્તિને સ્થળ પર જ દંડ કરી વસૂલી કરવામાં આવતી હતી. પરંતુ તમામ ઈ-રિક્ષાઓ તબક્કાવાર એક વર્ષની અંદર જ યોગ્ય મેન્ટનન્સના અભાવે બંધ પડી ગઈ છે. જેને મહાનગરપાલિકાના ગેરેજમાં રીપેરીંગ માટે મોકલી દેવામા આવી હતી. ત્યારથી આજદિન સુધી તમામ ઈ-રિક્ષાઓ હજુ પણ જે તે સમય ની હાલતે બંધ પડી છે. અને દાતાઓના લાખો રૂપિયા નો વ્યય થઈ રહ્યો છે.

BHAVNAGAR પાલિકાએ પોતે તો કંઇ ન કર્યું પરંતુ દાનમાં આવેલી વસ્તુ પણ ન સાચવી શકી, વસ્તુ અને આબરૂ બધુ ભંગાર

નવનીત દલવાડી/ભાવનગર : શહેરની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે 2018 માં ભાવનગર શહેરના 13 વોર્ડ માટે 13 ઈ-રિક્ષાઓ દાતાઓના આર્થિક સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાના અધિકારી, પોલીસ અને ડ્રાઈવર સહિત ની ટીમ શહેરના અલગ અલગ વોર્ડ ખાતે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરતી અને શહેરમાં ગંદકી, દબાણ અને કાયદો તોડનાર વ્યક્તિને સ્થળ પર જ દંડ કરી વસૂલી કરવામાં આવતી હતી. પરંતુ તમામ ઈ-રિક્ષાઓ તબક્કાવાર એક વર્ષની અંદર જ યોગ્ય મેન્ટનન્સના અભાવે બંધ પડી ગઈ છે. જેને મહાનગરપાલિકાના ગેરેજમાં રીપેરીંગ માટે મોકલી દેવામા આવી હતી. ત્યારથી આજદિન સુધી તમામ ઈ-રિક્ષાઓ હજુ પણ જે તે સમય ની હાલતે બંધ પડી છે. અને દાતાઓના લાખો રૂપિયા નો વ્યય થઈ રહ્યો છે.

fallbacks

અસિત વોરા અને હેડક્લાર્ક પેપરની અવળી ગણતરી શરૂ? CM નિવાસ સ્થાને હાઇલેવલ બેઠક શરૂ

ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે અને કાયદાઓનું પાલન થાય તેવા હેતુ સાથે મનપાના એસ્ટેટ, સોલિડ વેસ્ટ અને પોલીસ વિભાગ એમ ત્રણે વિભાગના સંયુક્ત કાર્ય માટે JET રીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાતાઓના સહયોગથી આ રીક્ષાઓ મહાનગરપાલિકાને મળી હતી. જેની કિંમત અંદાજે 9 લાખ રૂપિયા ઉપર થવા જાય છે. જે ભાવનગરના દરેક વોર્ડને એક એક રીક્ષા ફાળવવામાં આવી હતી. આ રીક્ષામાં એસ્ટેટ, સોલિડવેસ્ટ અને પોલીસનો સ્ટાફ ફરજ બજાવતો હતો. જે નિયમોનો ભંગ કરનારા પાસેથી સ્થળ ઉપર દંડ વસૂલાત કરવામાં આવતો હતો. 

ANAND ને જેના કારણે વિશ્વ પટલ પર સ્થાન મળ્યું તે શૈક્ષણિક સંસ્થામાં ખુબ જ મોટો વિવાદ થયો

રીક્ષાઓ દરેક વોર્ડમાં ફરતી હતી અને સ્થળ ઉપર દંડ વસૂલવામાં આવતો હતો. જે એક વર્ષ પૂરું થાય એ પહેલા તમામ રીક્ષાઓ બંધ પડી ગઈ. જે અંગે મહાનગરપાલિકાના અધિકારીનું કહેવું છે કે, એસ્ટેટ બાદ તમામ વહીવટ સોલિડવેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. જેમાં એક રિક્ષામાં ડ્રાઈવરનો ખર્ચ રૂપિયા 12000 તેમજ અન્ય ખર્ચાઓ પણ ચડતા હતા. આ જ પ્રકારે રીક્ષાઓમાં ટેકનીકલ ખામીઓ હતી આવા અલગ અલગ કારણોસર અંતમાં રિક્ષાઓને મહાનગરપાલિકા હસ્તકના ગેરેજમાં મૂકી દેવામાં આવી હતી. આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, સારા ઉમદા હેતુ માટે આ રિક્ષાઓ શરૂ કરવામાં આવી હતી. જે હાલમાં મેન્ટનન્સ માટે ગેરેજમાં પડી છે. જેનો આગામી દિવસમાં યોગ્ય ઉપયોગ કરવા વિચારણા કરવામાં આવશે.

યુ.એન મહેતા હોસ્પિટલની લાલીયાવાડીની ફરિયાદ કેન્દ્ર સુધી પહોંચી, આરોગ્ય મંત્રીએ ઝાટકણી કાઢી

ભાવનગરમાં જ્યાં સ્વચ્છતા અભિયાનની જે વાતો કરવામાં આવી હતી તે અંતે તો ઠગારી નીવડી છે. હાલમાં સ્વચ્છતા જાળવવા ખરીદાયેલી તમામ રિક્ષાઓ ગેરેજમાં ભંગાર હાલતમાં જોઈ શકાય છે. દાતાઓના દાનમાંથી આવેલી રીક્ષાઓ પર હાલ ધૂળ ચડી ગઈ છે. ધીમે ધીમે ભંગાર હાલતમાં ફેરવાઈ રહી છે. જેને આ હાલતમાં જોઈને રિક્ષાઓના દાતાઓ પણ બીજી વખત દાન આપતા અટકી જાય તો નવાઈ નહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More