Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર જિલ્લાનું સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

ગુજરાત (Gujarat) માં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કડક નિયમોના પાલન થઈ શકે એવા હેતુથી રાજ્યના તમામ મોટા ધાર્મિક દેવસ્થાનો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભાવનગર જિલ્લાનું સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું

નવનીત દલવાડી, ભાવનગર: સમગ્ર ગુજરાત (Gujarat) માં કોરોના (Coronavirus) ના કેસો દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા ધીમે ધીમે કેટલીક છૂટછાટ સાથે નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે લાંબા સમયથી બંધ રહેલા ધાર્મિક સ્થળો ધીમે ધીમે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજથી ભાવનગર (Bhavnagar) શહેર નજીક રાજપરા ખોડીયાર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

fallbacks

આધેડને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા, પોલીસે ટ્રેપ ગોઠવી 3 ઝડપાયા

સરકારની ગાઇડલાઈનનો અમલ કરવો પડશે
ગુજરાત (Gujarat) માં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળતા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કડક નિયમોના પાલન થઈ શકે એવા હેતુથી રાજ્યના તમામ મોટા ધાર્મિક દેવસ્થાનો બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ શહેર નું સ્વામિનારાયણ મંદિર, જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખોડીયાર મંદિર (Khodiyar Temple) અને બજરંગદાસ બાપા ધામ બગદાણા (Bagdana) ને પણ સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સરકાર ની એસઓપીના પાલન સાથે કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવતા દર્શનાર્થીઓ માટે દેવસ્થાનોને ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે.

લ્યો બોલો ! બે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો : એકમાં પોઝીટીવ એકમાં નેગેટીવ આવ્યો

બાપા સીતારામનું બગદાણાધામ હજુ બંધ
રાજ્ય સરકાર (State Government) દ્વારા અપાયેલી છૂટછાટ ના કારણે હવે લોકો મંદિરો (Temple) માં જઈને પ્રભુ દર્શન કરી શકે એ માટે મંદિરો ખોલવામાં આવી રહ્યા છે. જેમાં આજે રાજપરા ગામે આવેલ સુ-પ્રસિદ્ધ ખોડીયાર માતાજીનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જ્યારે બાપા સીતારામ (Bapa Sitaram) ના ગગનભેદી નાદ સાથે ગુંજતું રહેતું બજરંગદાસ બાપા (Bajarangdas Bapa) નું બગદાણા ધામ ખુલ્લું મૂકવા હજુ સુધી કોઈ નક્કર નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ ભક્તોની માંગને લઈને ટૂંક સમયમાં બગદાણા ધામ ખુલ્લું મૂકવા અંગે નિર્ણય કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More