Home> Gujarat
Advertisement
Prev
Next

BHAVNAGAR: સગી જનેતાએ પોતાનાં જ બે બાળકોને પાણીમાં ડુબાડી કરી હત્યા?

નજીક સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાનાં બંન્ને કુમળીવયના  સંતાનોને પાણીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. જો કે ખુદ જનેતાએ પણ કયા કારણથી આ પગલું ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા આદરવામાં આવી છે. 

BHAVNAGAR: સગી જનેતાએ પોતાનાં જ બે બાળકોને પાણીમાં ડુબાડી કરી હત્યા?

ભાવનગર : નજીક સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાનાં બંન્ને કુમળીવયના  સંતાનોને પાણીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. જો કે ખુદ જનેતાએ પણ કયા કારણથી આ પગલું ભર્યું તે અંગેની તપાસ પોલીસ દ્વારા આદરવામાં આવી છે. 

fallbacks

સિહોર પોલીસ સ્ટેશનમાં અજયભાઇ જેન્તીભાઇ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ભાડાના મકાનમાં પોપટભાઇની વાડી રેલવે સ્ટેશન પાછળ રહે છે. હીરાના કારખાનામાં કામ કરે છે. 12 વર્ષ પહેલા તેમના લગ્ન બોટાદમાં થયા હતા. તેમને 9 વર્ષની દિકરી દ્રષ્ટી, 6 વર્ષનો પુત્ર ધાર્મિક હતો. સવારે કામે જતા નિકળ્યો ત્યારે મારી પત્ની તથા બાળકો ઘરે જ હતા. ત્યારે સાંજે ચારા વાગ્યે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે, બંન્ને બાળકોને લઇ રાજપરા ખોડિયાર મંદિર આવ્યા છીએ. તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં પત્નીના ફોનમાંથી મિસકોલ આવ્યો હતો. મે ફોન કરતા કોઇ ભાઇએ ફોન ઉપાડ્યો તો તેમણે કહ્યું કે, મંદિરનાં તળાવ પાસે આવી જાઓ. તમારી પત્નીએ બંન્ને બાળકોને ડુબાડી દીધા છે. 

બનાવના પગલે શહેરમાં ચકચાર મચી છે. પત્ની સુનિતા તળાવની ધારે બેઠી હતી. અજય ભાઇએ જણાવ્યું કે, છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની વાતમાં ઘરકંકાસ થયો હતો. જેના કારણે મારી પત્ની બંન્ને બાળકોને તળાવમાં ડુબાડ્યા હોય તેવી શક્યતા છે. મારી પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે. સિહોર પોલીસે આઇપીસી 302 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More