નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર-તળાજા હાઈવે પર ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવને લઇને ઘોઘા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હકીકત મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં સ્વીફ્ટ કાર ભાંગીને ભૂકો થઈ ગઈ હતી. તણસા ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ભાવેશ બારૈયા, પ્રવિણ પરમાર નામના બન્ને વ્યક્તીના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.
જો કે, જ્યારે કારમાં સવાર અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા બંને મૃતક યુવાનના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને લઇને ઘોઘા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગેની હકીકત મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે