Home> Gujarat
Advertisement
Prev
Next

Kedarnath Helicopter Crash : કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 દીકરીઓના મોત, કુલ મૃત્યુઆંક 7

Helicopter Crashed: ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ હેલિકોપ્ટર ક્રેશમાં ગુજરાતની ત્રણ યુવતીઓના મોત નિપજ્યા છે. આ ત્રણેય દીકરીઓ ભાવનગરની છે

Kedarnath Helicopter Crash : કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની 3 દીકરીઓના મોત, કુલ મૃત્યુઆંક 7

Helicopter Crashed: ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ 7 મૃતકોમાં ત્રણ ગુજરાતની યુવતીઓ છે. ભાવનગરની 3 દીકરી ઉર્વી બારડ, કૃતિ બારડ અને પૂર્વા રામાનુજનું મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. 

fallbacks

ગુજરાતી યુવતીઓના મોત

  • ઉર્વી બારડ, 25 વર્ષ
  • કૃતિ બારડ, 30 વર્ષ
  • પૂર્વા રામાનુજ, 26 વર્ષ 

શક્તિસિંહ ગોહિલે કરી ટ્વીટ
શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરના દર્શન માટે જઈ રહ્યા હતા. પરંતુ હેલિકોપ્ટર રસ્તામાં જ ક્રેશ થઈ ગયું. જેમાં 7 લોકોના મોત થયા. સૂચના મળતા જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતું મૃતકોમાં ગુજરાતી યુવતીઓ હોવાનું સામે આવ્યું છે. રાજ્યસભા સાંસદ શકિતસિંહ ગોહિલે ટ્વીટ કર્યું કે, ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર ક્રેશમાં ભાવનગરની દીકરીઓ હતી. ભાવનગરની દીકરીઓ હતી એ વાત જાણીને હું ખુબ ચિંતિત થયો છું. સાથે જ તેમણે PMO અને CMOને ટ્વીટ કરી સરકારને સત્વરે મદદ પહોંચાડવા અપીલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More
;