Home> Gujarat
Advertisement
Prev
Next

મહિલા કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન, વિદ્યાર્થીનીઓ ભાજપની પેજ કમિટિની સભ્ય બને

વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ મેળવવા જાય છે. શિક્ષણને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી તેમણે રાજકારણથી અળગા રાખવા જોઈએ. ત્યારે ભાવનગર શહેરમાં આવેલ ગાંધી મહિલા કોલેજના આચાર્યએ વિચિત્ર આદેશ કરીને પોતે ભાજપ તરફ વલણ રાખે છે તેવુ સ્પષ્ટ દર્શાવ્યુ હતું. તેમણે કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભાજપની પેજ કમિટીના સભ્ય બને તેવો આદેશ કર્યો હતો. જેના બાદ વિવાદ છંછંડાયો હતો.

મહિલા કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન, વિદ્યાર્થીનીઓ ભાજપની પેજ કમિટિની સભ્ય બને

નવનીત દલવાડી/ભાવનગર :વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ મેળવવા જાય છે. શિક્ષણને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી તેમણે રાજકારણથી અળગા રાખવા જોઈએ. ત્યારે ભાવનગર શહેરમાં આવેલ ગાંધી મહિલા કોલેજના આચાર્યએ વિચિત્ર આદેશ કરીને પોતે ભાજપ તરફ વલણ રાખે છે તેવુ સ્પષ્ટ દર્શાવ્યુ હતું. તેમણે કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થીનીઓને ભાજપની પેજ કમિટીના સભ્ય બને તેવો આદેશ કર્યો હતો. જેના બાદ વિવાદ છંછંડાયો હતો.

fallbacks

આચાર્યાની વિચિત્ર સૂચના 
ભાવનગર કેળવણી મંડળ સંચાલીત કોલેજના કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહિલે વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર સૂચના આપી કે, ‘તમામ વિદ્યાર્થિનીઓને ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાગ રૂપે ભાજપના પેજ કમિટિના સભ્ય થવાનું હોવાને કારણે તેઓ પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને મોબાઈલ ફોન સાથે લેતા આવે.’ ભાજપ પક્ષમાં સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે દરેક વિદ્યાર્થિનીઓએ મોબાઈલ ફોન લઈને ફરજિયાત આવવું તેવું પણ સૂચન કર્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત બન્યુ હુક્કાબાર... અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

મહિલા કોલેજ શૈક્ષણિક સંસ્થાને બદલે ભાજપની સંસ્થા હોય તેમ સભ્ય બનાવવા માટે વિદ્યાર્થીનીઓને આદેશ આપતાં વિવાદ શરૂ થયો છે. આચાર્યા રંજનબાળા ભૂલી ગયા કે આ કોઈ રાજકીય સંસ્થા નહિ, પણ કોલેજ છે, જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ ભણે છે. 

ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો હતો. કોના આદેશથી આચાર્યાએ નોટિસ જાહેર કરી તે સાથે આજે કોંગ્રેસ વિરોધ કરી આચાર્યને સસ્પેન્ડ કરવા કુલપતિને રજૂઆત કરશે. તો બીજી તરફ, આ આદેશ વાયરલ થતાં જ આચાર્યાની ટીકા થવા લાગી હતી. તેથી કાર્યકારી આચાર્ય રંજનબાળા ગોહીલે પોતાને આચાર્યની ભૂમિકામાંથી મુકત કરવાનો પત્ર ટ્રસ્ટને મોકલી આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More