ભૌમિક સિધપુરા/ભાવનગર :ભાવનગરની સહજાનંદ કોલેજનો વિદ્યાર્થી ગાંજાના 11 પેકેજ સાથે પકડાતા ભાવનગરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે, જે વિદ્યાર્થી ગાંજા સાથે પકડાયો છે, તે ભાવનગરના પ્રતિષ્ઠીત પરિવારમાંથી આવે છે.
પત્રકાર ચિરાગ પટેલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગ્યો મહત્વનો પુરાવો
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને માહિતી મળી હતી કે, ભાવનગરમા ગાંજાનુ સેવન વધી રહ્યું છે. જેથી તેના આધારે વિવિધ કોલેજોની આસપાસ વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે પોલીસની નજર સહજાનંદ કોમર્સ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતા મનન શાહ નામના વિદ્યાર્થી પર પડી હતી. એક્ટીવા પર જઈ રહેલા મનન શાહની તપાસ કરતા તેની સ્કૂટરની ડેકીમાંથી 11 પડીકીઓ મળી આવી હતી.
પોલીસે આકરી પૂછપરછ કરતા મનન શાહે જણાવ્યું હતું કે, તેને અને તેના મિત્રોને લાંબા સમયથી ગાંજાની લત લાગી ગઈ છે. તેથી તેઓ અમદાવાદાથી ગાંજો મંગાવતા હતા. એક વ્યક્તિ તેમને અમદાવાદથી ગાંજો સપ્લાય કરતો હતો. જેનુ તેઓ ઈ-પેમેન્ટ કરીને પાર્સલ મંગાવતા હતા.
ગરીબોના થાળીમાંથી કોળિયો છીનવાય તેવો વારો, બાજરીના ભાવ પણ આસમાને પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું યુવાધન હવે નશાના રવાડે ધીરે ધીરે ચઢી રહ્યું છે. તેઓ દારૂ, ગાંજો, સિગરેટની લતના આદિ બની રહ્યા છે. ત્યારે માતાપિતાની ફરજ છે કે, તેઓ પોતાના સંતાનો પર ધ્યાન આપે. મનન શાહ પણ ભાવનગરના પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવે છે. તેના પિતા ભાવનગરમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો શો રૂમ ધરાવે છે. આમ, એક પ્રતિષ્ઠિત પરિવારનો દીકરો આવી રીતે ગાંજા સાથે પકડતા સમાચારા વાયુવેગે પ્રસરી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે