નિધીરેશ રાવલ/કચ્છ :પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનમાં આજે સવારે ભૂજ પાલનપુર (Bhuj Palanpur Train) ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઊતરી ગયું હતું. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ એન્જિન ટ્રેક પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને કારણે આજે હજારોની સંખ્યામાં મુસાફરો (Passengers) અટવાયા છે. કેટલીક ટ્રેનોને અન્ય રેલવે સ્ટેશન (Railway Station) પર અટકાવી દેવાઈ છે.
મશીનમાં દોરા સાથે ગોળ ગોળ ફર્યો કામદાર, રુંવાડા ઉભા દેશે સુરતની કંપનીનો આ Video
પ્રાપ્ત માહિતી અનુસાર, અંજાર તાલુકાના પાલનપુર-ગાંધીધામ રેલવે સેક્શનના ભીમાસાર સ્ટેશન યાર્ડના રેલવે ક્રોસિંગ 225 પર ટ્રેન નંબર 59426 પાલનપુર-ગાંધીધામ પેસેન્જર ટ્રેનનું એન્જિનના 8 પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા. જેને કારણે રેલવે સેવા પર મોટી અસર થઈ છે. ટ્રેન નંબર 19115 સયાજીનગરીને ભચાઉ, નંબર 22955 કચ્છ એક્સપ્રેસને સામખીયાળી અને ટ્રેન નંબર 14321 આલાહજરતને આડેસર રેલવે સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી. અગિયાર વાગ્યા સુધીમાં ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ થાય તેવી શક્યતા છે. જોકે, આ ઘટનામાં અનેક મુસાફરો અધવચ્ચે જ અટવાયા છે.
ગુજરાતમાં ચોરી કરતી યુપીની ભાતુ ગેંગની ગજબની મોડસ ઓપરેન્ડી, હંમેશા મંદિરોમાં જ રોકાણ કરતા
ઘટના બાદ રેલવે પ્રશાસને તાત્કાલિક કામગીરી હાથ ધરી છે, જેથી રાબેતા મુજબ રેલવે વ્યવહાર ફરીથી શરૂ કરી શકાય. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, અને મોટી દુર્ઘટના ટળી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે