Home> Gujarat
Advertisement
Prev
Next

Watch: પારકી પરણેતર સાથે હોટલમાં 'ઈલુ ઈલુ' કરતા પકડાયા AAP ધારાસભ્ય, પતિને જોઈ મો છૂપાવી ભાગ્યા, Video

Bhupat Bhayani Viral Video:આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ વાયરલ થયેલા વીડિયો એક સીસીટીવીનો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ ધારાસભ્ય ઈજ્જત જવાના બીકે મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને ભાગી રહ્યા છે.સુરતના કડોદરા ખાતે સુરજ ગેસ્ટ હાઉસમાં પારકી મહિલા સાથે રંગેરેલિયા મનાવતા તેઓ ઝડપાયા.

Watch: પારકી પરણેતર સાથે હોટલમાં 'ઈલુ ઈલુ' કરતા પકડાયા AAP ધારાસભ્ય, પતિને જોઈ મો છૂપાવી ભાગ્યા, Video

Bhupat Bhayani Viral Video: રાજ્યમાં અનેકવાર રાજકીય પાર્ટીના નેતાઓના યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય  ભૂપત ભાયાણી એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જોકે, ત્યારબાદ જોવા જેવી થઈ હતી. વાત ચારેતરફ ખબર પડતા તેઓ પોતાના મોઢા પર રૂમાલ રાખીને ભાગ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનો ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યો હતો. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્યનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ધારાસભ્ય એક યુવતી સાથે હોટલમાં ઝડપાયા છે. આ કેસમાં યુવતીના પતિએ રંગેહાથે ઝડપતાં AAP ધારાસભ્ય મોઢે રૂમાલ ઢાંકીને ત્યાંથી ભાગ્યા હતા.

fallbacks

આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ વાયરલ થયેલા વીડિયો એક સીસીટીવીનો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ ધારાસભ્ય ઈજ્જત જવાના બીકે મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને ભાગી રહ્યા છે.સુરતના કડોદરા ખાતે સુરજ ગેસ્ટ હાઉસમાં પારકી મહિલા સાથે રંગેરેલિયા મનાવતા તેઓ ઝડપાયા. પરિણીતા સુરતના રત્ન કલાકારની પત્ની હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે. મીડિયા રિપોર્ટ મુજબ ધારાસભ્યએ ગેસ્ટ હાઉસમાં જઈને આધારકાર્ડ બતાવીને રૂમ લીધો હતો. પરણિતા સાથે 50 મિનિટ સુધી એકાંતમાં રહ્યા. સીસીટીવીમાં જે જોવા મળ્યું છે તે મુજબ 8 જૂન 2023ના રોજ સવારે 10.25 વાગે તેઓ ગેસ્ટ હાઉસમાં પ્રવેશ્યા અને યુવતી પણ પોતાની મરજીથી આવી હોય તે રીતે તેણે રજિસ્ટરમાં સહી કરી હતી. 11.12 વાગે તેઓ ત્યાંથી ભાગતા જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More