Gujarat Government બ્રિજેશ દોશી/ગાંધીનગર : રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર સર્વાનુમતે મહોર લાગી છે. વિધાનસભા દળની બેઠકમાં કનુ દેસાઈએ મુકેલાો પ્રસ્તાવ સર્વાનુમતે પાસ થયો હતો. ત્યારે ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચીને રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. જોકે, 12 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી શપથ લેશે. મંત્રીમંડળને શપથ માટે અન્ય દિવસ નક્કી કરાશે.આ માટે Pm ઓફિસથી 12 ડિસેમ્બરે 1 થી 3 વાગ્યાના સમયની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને મંત્રીમંડળમાં શપથ અન્ય દિવસ થાય એવી શક્યતા છે. આજે સાંજે 4 વાગે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સીઆર પાટીલ દિલ્હી જશે. દિલ્હી ખાતે મંત્રીમંડળના નામોને લઈને ચર્ચા થશે. ત્યારે કોને મંત્રીપદ મળશે તે દિલ્હી દરબારમાં નક્કી થશે.
નવી સરકારમાં ફરી મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતા ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, અમે જવાબદારી નિભાવવા માટે તૈયાર છીએ. સૌ સાથે મળીને જવાબદારી નિભાવીશું. વડાપ્રધાનનું નેતૃત્વ અને ભાજપના ભરોસાને ગુજરાતે ફરીથી વિકાસની રાજનીતિ જનતાએ મહોર લગાવી છે. તેમના સંકલ્પ છે કે, ગુજરાતને વિકસિત દેશોની હરોળમાં લઈ જવું છે. તે માટે આ પ્રયાસ દરેક ધારાસભ્ય, સંગઠનના પ્રમુખ સાથે રહીને પાર પાડીશું. ફરી અમે સારી રીતે કામ કરીશું. ગુજરાતની જનતાને અપેક્ષા હોય અને રાખવી પણ જોઈએ. ગુજરાતની જનતાને પૂરેપૂરો ભરોસો છે કે, ભાજપ વિશ્વાસથી કામ કર્યું છે. જે મુશ્કેલી પડી તેને બહાર કાઢવા મટે પ્રયાસ કર્યો છે. તેથી ફરીથી પ્રયાસ કરીશું. નરેન્દ્રભાઈ પર મૂકેલો ભરોસો તૂટવી નહિ દઈએ.
સંકલ્પ પત્રના કયા મુદ્દાને પ્રાથમિકતા આપશો, તે વિશે કહ્યું કે, સંકલ્પપત્ર પ્રાથમિકતા જ હોય. અમે કોઈ પણ મુદ્દો છોડ્યો નથી. તે પૂરો કરવાનો પ્રયાસ કર્યો છે. 370 ની કલમ હોય કે રામ મંદિર જેવા વર્ષો જૂના મુદ્દા પૂર્ણ કર્યા હોય તો આ તો કરીશું જ. અહીથી અમે ગર્વનર હાઉસ જઈશું. જવાબદારી મળી છે તો પત્ર આપીશું. શપથ માત્ર સમય લઈશુ. પાર્ટીનો જો નિર્ણય હશે તે તમારી સામે રાખીશું. અમે તો ગુજરાતમાં 27 વર્ષની સરકાર સમજીને જ કામ કર્યું છે.
ભુપેન્દ્ર પટેલની પ્રોફાઈલ
5 જુલાઈ 1962માં અમદાવાદમાં જન્મ
સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો
2017ની ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી જીત મેળવી
2020માં ગુજરાતના 17મા મુખ્યમંત્રી બન્યા
2022માં ઘાટલોડિયા બેઠક પરથી જંગી લીડ સાથે વિજય
સરદાર ધામ, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના ટ્રસ્ટી
1995-9માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
1999-2000, 2004-06માં અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન
2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર બન્યા
2010-15માં AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા
2015-17માં AUDAના ચેરમેન રહ્યા
દાદાના હુલામણા નામથી જાણીતા
દરિયાપુરમાં કડવાપોળના લાડકવાયા તરીકે જાણીતા
સર્વ સંમતિથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા
ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ છે. સર્વ સંમતિથી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા છે. આમ, ભૂપેન્દ્ર પટેલને CM બનાવવાનો પ્રસ્તાવ બેઠકમાં પાસ થયા છે. કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં પ્રસ્તાવ પાસ થયો હતો. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યોનો આભાર માન્ય હતો. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવારે PM મોદી અને અમિત શાહની હાજરીમાં શપથ લેશે.
આજે ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાઈ હતી, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને મોકલ્યા હતા. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક થઈ અને ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો. આમ સર્વાનુમતે ભપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ પાસ કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે