Home> Gujarat
Advertisement
Prev
Next

6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો

મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયો છે.  લોકોને પૈસા ડબલ કરવાની લાલચ આપી રાજ્યમાંથી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર ઝાલાની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. 
 

6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો

મહેસાણાઃ બીઝેડ ગ્રુપ દ્વારા 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામેથી ઝડપાયો છે. સીઆઈ ક્રાઈમ દ્વારા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા એક કા ડબલની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સારબકાંઠા અને અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની ઓફિસો પર દરોડા પણ પાડવામાં આવ્યો હતો. આ પહેલા ઝાલાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.

fallbacks

મહેસાણા જિલ્લામાંથી થઈ ધરપકડ
6 હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનારો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંતે પકડાઈ ગયો છે. CID ક્રાઈમે મહેસાણઆ જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામથી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે. એક કા ડબલની સ્કીમના નામે હજારો રોકાણકારોને ફસાવીને ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો,,ગઈકાલે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈની ધરપકડ થઈ હતી અને આજે સીઆઈડી ક્રાઈમે ભૂપેન્દ્ર ઝાલાને દબોચી લીધો છે. હવે ભૂપેન્દ્ર ઝાલાનાી પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.

જામીન અરજી કોર્ટે ફગાવી હતી
ભુપેન્દ્ર ઝાલાની અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રજૂઆત કરી કે, મારા ખાતા ડીફ્રીઝ કરો, એક પણ ઈન્વેસ્ટરના પૈસા ડૂબશે નહીં. મારા ખાતામાં રહેલા પૈસા અંગત હેતુ માટે નહીં વાપરું. જે દિવસે એફઆઇઆર નોંધાઈ તે દિવસે એક પણ ઇન્વેસ્ટરનો એક પણ રૂપિયો ડૂબ્યો નહોતો. તમામ ઈન્વેસ્ટર્સને તેમના ઈન્વેસ્ટમેન્ટના રિટર્ન દર મહિનાના પહેલા અઠવાડિયામાં કરી દેવામાં આવતા હોય છે. જીપીઆઇડી એક્ટ લગાવી ખાતા ફ્રીઝ કર્યા, અને હવે ડિફોલ્ટનું બહાનું આપી જીપીઆઇડી એક્ટની કડક જોગવાઈઓનો અમલ કરાવવા માંગે છે. માત્ર શંકાના આધાર પર ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. 

ઝાલાના કેટલા બેંક એકાઉન્ટ મળ્યા
પોલીસ તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની જુદી જુદી ફર્મના HDFC, IDFC, યશ બેંક, ICICI, AU સ્મોલ બેંક, એક્સિસ બેંક, હિંમતનગર નાગરીક બેંક સહિતની બેંકમાં 27 ખાતા મળી આવ્યા છે. જેમાં ભૂપેન્દ્ર ઝાલાના નામના સાત બેંક એકાઉન્ટ છે, BZ ફાઇનાન્સ સર્વિસના ચાર, BZ પ્રોફિટ પ્લસના ત્રણ, પ્રભાત ઝાલાના 3, BZ મલ્ટી ટ્રેડનું એક, રણજિત ઝાલાના ચાર, BZ ઇન્ટરનેશનલ બુકિંગ પ્રા.લી.ના ત્રણ, મધુબેન ઝાલાનું એક અને BZ ટ્રેડર્સના ત્રણ મળી કુલ સાત ખાતા મળ્યા છે. ઝાલાની જુદી જુદી કંપનીની વર્ષ 2023-24માં 137.22 કરોડની ડિપોઝિટ મળી આવી છે.

શિક્ષકોને પણ ફસાવ્યા હતા
લોભિયા હોય ત્યાં ઘૂતારા ભૂખે નથી મરતાં...આ કહેવત આપણે બાળપણથી સાંભળીએ છીએ..કહેવતનો મતબલ પણ સ્પષ્ટ રીતે સમજીએ છીએ...છતાં પણ લોભ અને લાલચમાં ઘણીવાર એવા ફસાઈ જઈએ છીએ કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી...bzના કરોડોના કૌભાંડમાં સૌથી વધુ ચિંતામાં હોય તો તે કેટલાક સરકારી શિક્ષકો છે...કારણ કે આ સરકારી શિક્ષકો ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટ તરીકે કામ કરતાં હતા...અને અન્ય શિક્ષકોને bzમાં રોકાણ કરાવતાં હતા...એવા અનેક શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ છે જેમણે લાખો રૂપિયાનું રોકાણ ભૂપેન્દ્ર ઝાલાની લોભામણી સ્કીમોમાં કર્યું હતું.

ક્રિકેટરોએ પણ કર્યું હતું રોકાણ
ઝાલાની ઝપેટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. BZ ગ્રુપમાં ક્રિકેટરોએ પણ પૈસાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. ભારતનાના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોક્યાનું ખૂલ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ BZ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More