ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા વાવણી થાય તે પહેલાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખેડૂતોના 14 પાકો પર ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જીતુ વાઘાણીએ 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. 75 આઈકોનિક સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. રાજ્ય ભરમાં તમામ જાહેર સ્થળો પર ઉજવણી કરશે. જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ યાત્રાને પસ્થાન કરાવશે.
જીતુ વાઘાણીનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 8 મનપાના 2 કરોડ રૂપિયાની R&Bની ગ્રાન્ટ રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર દ્વારા અનેક નિર્ણય લેવાયો છે. 2022-23 ખરીફ પાકમાં 14 પાકમાં ટેકાના ભાવ નક્કી કરાયા છે. 50 થી 85 % સુઘી નફો મળે એ પ્રમાણે ભાવ નક્કી કરાયો છે. જેમાં મગફડી, તુવેર, તલ, કપાસ અડદના ટેકાના ભાવોમાં વધારો કરાયો છે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખરીફના 14 પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં અડદના 300, કપાસમાં 375, તલના ભાવ 523 નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. 5,850, તુવેર પાકમાં 300નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. 6,600, મગ પાકમાં રૂ. 480નો વધારો કરી ટેકાનો ભાવ 7755, તલ પાકમાં રૂ.523નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.7,830, અડદ પાકમાં રૂ.300નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. 6,600, કપાસ પાકમાં રૂ. 355નો વધારો કરી રૂ. 6,380 ટેકના ભાવ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 92 થી 523 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ થશે
તેમણે ઉમેર્યું હતું કે, 1 જુલાઈથી 15 જુલાઈ રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ થશે. જેમાં રાજ્યમાં 80 રથ 8 મનપા અને ડાંગમાં નિકળશે. જે રોજના 10 ગામ પરિભ્રમણ કરશે. વાધાણીએ જણાવ્યું કે ઝોન મુજબ થીમ આધારિત આગામી કાર્યક્રમ નક્કી કરાયા છે. જેમાં વિકાસના કામના ખાતમુહૂર્ત અને લોકર્પણ પણ થવાના છે.
પીએમ મોદીના વડોદરા પ્રવાસનો એક્શન પ્લાન ઘડાયો
જીતુ વાઘાણીએ આગામી સમયમાં પીએમ મોદીના પ્રવાસને જોતા જણાવ્યું હતું કે, 17-18 જૂને પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરમાં 9:15 કલાકે દર્શન કરશે. ત્યારબાદ પીએમ મોદી નજીકના વનની મુલાકાત પણ લેવાના છે. પછી વડોદરામાં બપોરે સાડા બાર વાગે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ વિશાળ જન મેદનીને સંબોધશે. આ સિવાય પીએમ મોદી અહીં અલગ અલગ લોકાર્પણ અને ખાતમુહૂત્ત પણ કરશે. પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. એટલું જ નહીં, પીએમ આવાસ યોજનાના મકાનનું લોકાર્પણ કરાવશે, જેમાં પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8907 આવાસ ગરીબોને આપશે. આ સિવાય સુપોષણ યોજના અને અન્ય કાર્યક્રમ પણ થવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે