Ahmedabad News : અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં મોટો ધડાકો થયો છે. અમદાવાદના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના દાવાની પોલ ખોલી છે. સુપ્રિટેન્ડેન્ટ પારૂલ શાહના દાવાની રાજશ્રી કેસરીએ પોલ ખોલી છે. રાજશ્રી કેસરીએ કહ્યું કે, સુપ્રિટેન્ડેન્ટના પત્રને આધારે ક્લીનીકલ રીસર્ચ થતું હતું. એથિકલ સમિતિની રચના અંગે ડો. દેવાંગ રાણાને જાણકારી હતી. ડીન પ્રતિક પટેલે દેવાંગ રાણાને રીસર્ચ કામગીરી સોંપી હતી.
VSમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં કોણ-કોણ છે સંડોવાયેલું, જાણો ZEE 24 કલાક પર શું કહ્યું રાજશ્રી કેસરીએ...? #VS #vshospital #Ahmedabad #scam #Gujarat #Fraud #ZEE24Kalak pic.twitter.com/Qtw81dFWoD
— Zee 24 Kalak (@Zee24Kalak) April 21, 2025
ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણેક લોકોના મોત થયાની આશંકા
વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પારૂલ શાહના દાવાને કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ખુલ્લો પાડ્યો છે. પારૂલ શાહનો દાવો કે એથિકલ સમિતિ અને ક્લિનિકલ રીસર્ચથી તેનાથી અજાણ છે. જોકે તેમની સહીથી થયેલા પત્રને આધારે ક્લિનિકલ રીસર્ચ થતું હતું. એથિકલ સમિતિની રચના અંગે ડો દેવાંગ રાણાની પહેલાથી જાણતા હતા. ડીન પ્રતિક પટેલે દેવાંગ રાણાને રીસર્ચ કામગીરી સોંપી હતી. ડો મનીષ પટેલે ડી વાયએમસીને ક્લીનીકલ રીસર્ચની મંજુરી માંગતો પત્ર લખ્યો હતો. તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની રાજશ્રી કેસરીએ માંગ કરી છે. હોસ્પિટલને થયેલા નુકસાન પેટે ઉચાપતનો કેસ દાખલ કરવાની માંગ કરી છે. ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણેક લોકોના મોત થયાની આશંકા છે.
દેવાંગ રાણાનો ભોગ લેવાયો
કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આક્ષેપ કર્યો કે, વી.એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટથી લઈ તમામ અધિકારીઓને આ બાબતોની જાણ હતી. 500થી વધારે દર્દીઓ ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયું છે અને મારી જાણમાં આવ્યું છે ત્યાં સુધી ત્રણ દર્દીઓના મૃત્યુ પણ થયા છે જે અંગે અત્યારે અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ. ક્લિનિકલ રિસર્ચ વિભાગના વડા ડો. દેવાંગ રાણાએ જાન્યુઆરી મહિનામાં પણ પત્ર લખ્યો હતો. ડો. દેવાંગને વી.એસ.હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પારુલ શાહ અને ડો. ચેરી શાહ માનસિક હેરાન કરી રહ્યાં છે. તેઓના કૌભાંડને છાવરવા માટે ડો. દેવાંગ રાણાનો ભોગ લેવામાં આવ્યો છે. ખોટા વ્યક્તિને આશરો આપી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી તે સદંતર ખોટી આપવામાં આવી છે.
વીએસ હોસ્પીટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો પારૂલ શાહનું નિવેદન
ડો. પારુલ શાહે આ વિવાદ અંગે કહ્યું કે, મારા સુપરિન્ટેન્ડેન્ટ બન્યા પહેલાથી આ ક્લિનિક ટ્રાયલ ચાલતું હતું, ચાલુ કાર્યવાહી હતી એટલે મેં સહી કરી હતી. ચાર થી પાંચ કંપનીના ટ્રાયલ ચાલતા હતા. વીએસ હોસ્પિટલની એેથિકલ કમિટિ ન હતી. ડોક્ટર પ્રાઇવેટ કમિટિ બનાવી ટ્રાયલ કરતા હતા. વર્ષ ૨૦૨૧ થી આ પ્રકારે ટ્રાયલ ચાલતા હતા. કુલ 56 ટ્રાયલ અત્યાર સુધી થાય છે, જે પૈકી 50 દર્દીઓના સીટીઆરઆઇ (ક્લીનીકલ ટ્રાયલ રજીસ્ટ્રી ઇન્ડીયા) થયા હતા. 500 દર્દીઓ પર ટેસ્ટ થયા હોવાની માહિતી છે. દેવાંગ રાણાએ સુપરીટેન્ડેટને બેંક એકાઉન્ટ ખોલવા કહ્યું હતું. મારા નામે કોઇ એકાઉન્ટ ખોલવાની મેં ના પાડી. દેવાંગ રાણાને એકાઉન્ટ ખોલવાની અને તેને બોર્ડનાં મંજુરી લેવા માટે કહ્યું હતું
ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા મોટો નિર્ણય, દિગ્ગજ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી
મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રાયલ માટે એથીકલ કમિટીનો અભાવ - મંત્રી
વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 8 ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે. તપાસને આધારે ફાર્માકો લોજિસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા છે. એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર પરિવાર વચ્ચે વેચાયા હતા. છેલ્લા 5 વર્ષમાં આવા અનેક ટેસ્ટ થયા છે તેની હવે તપાસ થશે. આ પ્રકરણની ડિટેઇલ તપાસ ચાલુ છે. રિપોર્ટ બાદ વધુ પગલાં, હાલ સસ્પેન્સન સુધીની પ્રાથમિક કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રાયલ માટે એથીકલ કમિટીનો અભાવ છે.
Vs હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ વિવાદનો મામલો
સમગ્ર વિષયમાં સામે આવી વધુ કેટલીક ચોંકાવનારી માહિતી પણ સામે આવી હતી. સૂત્રો અનુસાર, વર્ષ 2021-22 માં જ તત્કાલીન vs બોર્ડ મેમ્બરે આ જ મામલે રજુઆત કરી હતી. પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતિશ મહેતા તત્કાલીન સમયે vs હોસ્પિટલ વ્યવસ્થાપક મંડળના સભ્ય હતા. ક્લિનિકલ રિસર્ચ મામલે ગેરરીતિ થઇ રહી હોવાની રજૂઆત કરી હતી. ભાજપી સભ્યએ આ મામલે રજુઆત કરી હોવા છતાં અધિકારીઓએ ધ્યાન આપ્યું નહતું. સમગ્ર મામલામાં તત્કાલીન અધિકારીઓ સામે શંકાની સોઈ ઉઠી રહી છે. તત્કાલીન હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના અધિકારીઓ શંકાના દાયરામાં છે.
ગુજરાતના રસ્તા પર ફરતું મોત, માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે પોલીસ કર્મીઓને જ કચડ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે