Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓનો મોટો ફટકો, સરકારે બંધ કરી સબસીડી

subsidy on electric scooter in gujarat : સરકારે અચાનક ઈલેક્ટ્રિક વાહનો પસ સબસીડી આપવાનં બંધ કરતા તેનું વેચાણ 44% સુધી ઘટી ગયું... કાર પર 2 લાખ સુધી-ટુવ્હીલર પર 20 હજાર સુધી સબસિડી અપાતી હતી

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાઓનો મોટો ફટકો, સરકારે બંધ કરી સબસીડી

Gujarat Government : ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં એકાએક ઘટાડો આવ્યો છે. જેનું મુખ્ય કારણ ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહન પર આપવામાં આવતી સબસીડી છે. સબસીડી બંધ કરતા ગુજરાતમાં લોકોએ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પણ ઓછી કરી દીધી.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે સબસિડી બંધ કરતાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 44% સુધી ઘટી ગયું છે. ગુજરાત સરકાર વાહનચાલકોને કારની ખરીદીી પર પર 2 લાખ સુધી-ટુવ્હીલર પર 20 હજાર સુધી સબસિડી અપાતી હતી. પરંતું છેલ્લા બે વર્ષમાં સરકારે સબસીડી આપવાની જ બંધ કરી છે. જેથી ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં ઘટાડો આવી ગયો છે. સરકારે પ્રદૂષણ ઓછું કરવા માટે સબસીડી આપવાની શરૂઆત કરી હતી, પરંતું હવે સબસીડી પર જ બ્રેક લાગી છે, તેથી લોકોએ ઈલેક્ટ્રિક વાહન ખરીદવાનું માંડી વાળ્યું છે. બીજી તરફ, વાહનો વેચનારાઓને મોટો ફટકો પડ્યો છે. 

વકફ બોર્ડને કારણે ગુજરાત ભાજપમાં પડી વિકેટ, આ નેતાએ પક્ષને આપ્યું રાજીનામું

આંકડા અનુસાર, કાર અને બાઈક બંનેનું વેચાણ ઘટ્યું છે 

  • 2023માં સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાં મળીને કુલ 2363 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ હતી. જેની સામે સામે 2024માં સંખ્યા ઘટીને 1664એ પહોંચી ગઈ છે. 
  • 2023માં કાર અને ટુવ્હીલર વળીને 18467નું રજિસ્ટ્રેશન થયું હતું જેની સામે 2024માં 10706નું રજિસ્ટ્રેશન થયું છે. 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં માહિતી આપતા જણાવ્યું કે, ગ્રીન ગ્રોથ એન્વાયર્નમેન્ટ બનાવવા માટે, સરકારે ઇ-મોબિલિટીને પ્રોત્સાહિત કરી છે અને ગુજરાતમાં 800 ઇ-બસો કાર્યરત કરી છે. ઇવીને આપવામાં આવેલા પ્રોત્સાહનને કારણે, ગુજરાતમાં તેનો ઉપયોગ વધ્યો છે. રાજ્યમાં 2.64 લાખ ઇવીની નોંધણી જોવા મળી છે, અને અમે ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારી રહ્યા છીએ. 

ઇવી પોલિસી-2021 અને આત્મનિર્ભર ગુજરાત યોજના વિશે વાત કરતાં, મુખ્યમંત્રીએ ‘ગ્રીન, ક્લીન, ઇકો-ફ્રેન્ડલી ગુજરાત’ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More