Gujarat Government IAS Transfer Ordered: રાજ્ય સરકાર દ્વારા 18 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો કરાયા છે. જેમાં ગીર સોમનાથ કલેકટર ડીડી જાડેજાની મિશન ડાયરેકટર ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનમાં બદલી કરવામાં આવી છે. સહકાર વિભાગના રજીસ્ટાર એન વી ઉપાધ્યાયની ગીર સોમનાથ કલેકટર તરીકે બદલી કરાઈ છે. આ સિવાય નિતીન સાંગવાની ડીડીઓ જુનાગઢ ખાતેથી એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ગાંધીનગર ખાતે બદલી અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી એચ.પી.પટેલની DDO જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે